Not Set/ પ્રિયંકા ગાંધીએ સપા અને બસપા પર કર્યા આકરા પ્રહાર,જાણો વિગતો

કોંગેસે મહિલાઓને ચૂંટણીમાં 40 ટિકિટો આપવાની જાહેરાત કરી હતી ઉપરાંત. સરકાર બનશે તો છોકરીઓને સ્કૂટી, સ્માર્ટ ફોન આપવાનો પણ સંકલ્પ કર્યો હતો.

Top Stories India
spppppp પ્રિયંકા ગાંધીએ સપા અને બસપા પર કર્યા આકરા પ્રહાર,જાણો વિગતો

લાંબા સમયથી ઉત્તરપ્રદેશ પરત ફરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ દરેક મુદ્દા પર અવાજ ઉઠાવે છે. તાજેતરમાં જ પ્રિયંકાએ લડકી હૂં, લડ શકતી હૂં પોસ્ટર બહાર પાડ્યું હતું અને મહિલાઓને ચૂંટણીમાં 40 ટિકિટો આપવાની જાહેરાત કરી હતી. સરકાર બનશે તો છોકરીઓને સ્કૂટી, સ્માર્ટ ફોન આપવાનો પણ સંકલ્પ કર્યો હતો.

કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધીએ એક મુલાકાતમાં કહયું કે યુપીમાં પ્રજાના હક્ક માટે કોણ લડે છે તો જવાબ હશે – કોંગ્રેસ. જનતાના પ્રશ્નો ઉઠાવવા બદલ ભાજપ સરકારે બે વર્ષમાં અમારા 18700થી વધુ કાર્યકરોને જેલમાં ધકેલી દીધા. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વંચિત વર્ગો પર સરકાર અત્યાચાર કરે છે તો કોંગ્રેસ રસ્તા પર લડી રહી  છે, પોતાને ‘મુખ્ય વિરોધ પક્ષ’ ગણાવતા લોકો બહાર નથી આવતા, ટ્વીટ કરીને જવાબદારી નિભાવતાં જોવા મળે છે. તે સ્પષ્ટ છે કે તાનાશાહી વાતાવરણમાં ઘણી હિંમતની જરૂર છે. હું નથી માનતી કે આજે બસપા અને સપામાં આટલી હિંમત છે. યુપીમાં કોંગ્રેસને મજબૂત કરવી પડશે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું   ચૂંટણી માત્ર એક માધ્યમ છે. પરંતુ હું ઈચ્છું છું કે તમે મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત મોટા પાયે જુઓ. જ્યારે પણ યુપીમાં મહિલાઓ પર અત્યાચાર થયો છે અને જ્યાં પણ હું પીડિતોને મળવા ગઇ છું, ત્યારે મેં મીડિયા દ્વારા મારી બહેનોને કહ્યું હતું કે આગળ આવો, ચૂંટણી લડો, રાજકારણમાં ભાગીદારી વધારો. મહિલાઓના હિતનો વિચાર કરતી રાજકીય વ્યવસ્થા ઉભી કરવા માટે, નિર્ણય લેવાની જગ્યાઓમાં વધુ મહિલાઓ હોવી જરૂરી છે. ભારતીય રાજકારણ માટે આ એક ક્રાંતિકારી પગલું છે. તેને  દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ, પરંતુ આ વિચાર માટે સમય તરીકે વિચારવું જોઈએ. મેં ઉત્તર પ્રદેશમાં આ પગલું ભર્યું કારણ કે મને અહીં નિર્ણય લેવાની જવાબદારી આપવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ રાજકારણમાં મહિલાઓની ભૂમિકા-ભાગીદારી પર મોટી રેખા દોરશે.

ઉત્તર પ્રદેશમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો નવો યુગ શરૂ થશે. મેં તમને હમણાં જ કહ્યું હતું કે આ વિચાર તેમના તરફથી આવ્યો હતો જ્યારે હું આગ્રા જતી વખતે શાળાની છોકરીઓને મળી હતી ત્યારે છોકરીઓને સુરક્ષા, શિક્ષણ માટે સ્માર્ટ ફોન, સ્કૂટીની જરૂર છે. તે કોઈ ભેટ નથી, મતદાન કરવા માટે પ્રલોભન  નથી, આ બંને બાબતો શિક્ષણમાં મદદ કરશે અને સપના સાકાર કરશે.

સરોજિની નાયડુ પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી. જો અમને આ વિચાર ઉભો કરવાની તક મળે, તો અમે તે કરી રહ્યા છીએ.