Tech News/ સરકારનો નિર્ણય; જામર, GPS બ્લોકર કે સિગ્નલ જામિંગ ઉપકરણોનો ઉપયોગ ગેરકાયદેસર

ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને સંચાર મંત્રાલયે 1 જુલાઈ, 2022ના રોજ વાયરલેસ જામર અને બૂસ્ટર/રીપીટરના વ્યક્તિગત ઉપયોગ અંગે એક એડવાઈઝરી જારી કરી છે…

Trending Tech & Auto
Government Big Decision

Government Big Decision: ભારત સરકારે જામર, નેટવર્ક બૂસ્ટર અને રીપીટરના વ્યક્તિગત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને સંચાર મંત્રાલયે 1 જુલાઈ, 2022ના રોજ વાયરલેસ જામર અને બૂસ્ટર/રીપીટરના વ્યક્તિગત ઉપયોગ અંગે એક એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારની પરવાનગી વિના જામર, જીપીએસ બ્લોકર અથવા અન્ય સિગ્નલ જામિંગ ઉપકરણોનો ઉપયોગ ગેરકાયદેસર છે. તેની ખાનગી ખરીદી અને વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ સાઈટ સિગ્નલ જામિંગ ઈક્વિપમેન્ટ પર જાહેરાત કરવી, વેચાણ કરવું, વિતરણ કરવું, આયાત કરવું અથવા વેચાણ માટેની સૂચિ કરવી ભારતમાં ગેરકાયદેસર છે. સિગ્નલ બૂસ્ટર/રીપીટરના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે લાયસન્સ પ્રાપ્ત ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓ સિવાયની કોઈપણ વ્યક્તિ/એકટી દ્વારા મોબાઈલ સિગ્નલ રીપીટર/બૂસ્ટર રાખવા, વેચવા અથવા તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) એ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. COAIએ કહ્યું છે કે, ‘અમે સિગ્નલ રિપીટર/બૂસ્ટરના ઇન્સ્ટોલેશનથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા DoTની સલાહને આવકારીએ છીએ. લોકો અજાણ છે કે મોબાઇલ સિગ્નલ બૂસ્ટર (MSB) ખરીદવું, વેચવું, ઇન્સ્ટોલ કરવું અને રાખવું એ વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933 અને ઇન્ડિયા ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે. આ ટેલિકોમ સેવાઓ પર પ્રતિકૂળ અસર કરે છે અને આનંદ છે કે ભારત સરકારે દેશભરના નાગરિકોને દોષરહિત નેટવર્ક અને ટેલિકોમ અનુભવ પ્રદાન કરવામાં તેના મહત્વને માન્યતા આપી છે.’

આ પણ વાંચો: Corona Virus / દેશમાં કોરોનાના 16,135 નવા કેસ, 24 દર્દીઓના મોત

આ પણ વાંચો: sidhu moosewala / સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની પોલીસની સ્પેશિયલ સેલે કરી ધરપકડ

આ પણ વાંચો: Femina Miss India 2022 / કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો