ADANI GROUP/ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટમાં પ્રમોટર ગ્રૂપે વધાર્યો  હિસ્સો, એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવી માહિતી

અદાણી પોર્ટમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો વધારવામાં આવ્યો છે. હવે અદાણી પોર્ટમાં પ્રમોટરનો હિસ્સો 63.06 ટકાથી વધીને 65.23 ટકા થયો છે. પ્રમોટર ગ્રુપે અદાણી એન્ટરપ્રાઇઝમાં હિસ્સો 69.87 ટકાથી વધારીને 71.93 ટકા કર્યો છે. અમેરિકન રોકાણકાર GQG અદાણી ગ્રુપની 10માંથી 5 કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.

Business
Promoter Group increased stake in Adani Enterprises and Adani Port,

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટર જૂથે બે ગ્રૂપ કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે. એક્સચેન્જ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, પ્રમોટર ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝમાં હિસ્સો 69.87 ટકાથી વધારીને 71.93 ટકા કર્યો છે.

એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે અદાણી ગ્રુપે ફ્લેગશિપ કંપનીમાં તેનો હિસ્સો વધાર્યો છે. અગાઉ, પ્રમોટર જૂથે હિસ્સો 67.65 ટકાથી વધારીને 69.87 ટકા કર્યો હતો.

અદાણી પોર્ટમાં પણ હિસ્સો વધ્યો

અદાણી પોર્ટમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો પણ વધારવામાં આવ્યો છે. હવે અદાણી પોર્ટમાં પ્રમોટરનો હિસ્સો 63.06 ટકાથી વધીને 65.23 ટકા થઈ ગયો છે.

હિસ્સો કોણે ખરીદ્યો?

રિસર્જન્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે ઓપન માર્કેટ મારફત અદાણી પોર્ટમાં એક ટકા હિસ્સો ખરીદ્યો છે, જ્યારે ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ડીએમસીસીએ ઓપન માર્કેટ દ્વારા અદાણી પોર્ટમાં 1.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. બંને પ્રમોટર ગ્રુપ કંપનીઓ છે.

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર કેમ્પાસ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને ઈન્ફિનિટ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યા છે. એક્સચેન્જ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યવહારો ઓપન માર્કેટમાંથી 14 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવ્યા હતા.

GQG એ પણ તેનો હિસ્સો વધાર્યો છે

ગયા મહિને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG એ પણ અદાણી પોર્ટમાં તેનો હિસ્સો વધારીને 5.03 ટકા કર્યો હતો. અદાણી ગ્રુપની 10માંથી 5 કંપનીઓમાં GQGનો હિસ્સો છે.

GQG એ અદાણી પાવરમાં 7.73 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ કારણે અદાણી પાવરમાં પ્રમોટર ગ્રૂપનો હિસ્સો 74.97 ટકાથી ઘટીને 66.88 ટકા થયો છે.

આ પણ વાંચો:gdp data news/GDP ડેટા પર સવાલ ઉઠાવનારાઓને નાણામંત્રીએ આપ્યો જવાબ, કહ્યું આ…

આ પણ વાંચો:રાહતના સમાચાર/હાશ… મોંઘવારી ઘટશે, મોદી સરકારના આ નિર્ણથી લોકોને મોટી રાહત!

આ પણ વાંચો:#UPI/ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા છો! હવે ATM માંથી પૈસા ઉપાડવા કાર્ડની જરૂર નથી, ફોલો કરો આ સ્ટેપ્સ