Washington/ ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગેલા આરોપોને વકીલોએ ગણાવ્યા પાયા વિહોણા

અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત મહાભિયોગનો સામનો કરી રહ્યા છે

World
PICTURE 4 183 ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગેલા આરોપોને વકીલોએ ગણાવ્યા પાયા વિહોણા

અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત મહાભિયોગનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમના વકીલોએ સેનેટમાં પુરાવા રજૂ કર્યા છે કે, તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે ખોટુ છે. વકીલ માઇકલ વૈન ડેર વીને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ સાંસદોએ શરૂ કરેલ મહાભિયોગની કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. નોંધપાત્ર વાત એ પણ છે કે ટ્રમ્પ પર 6 જાન્યુઆરીએ યુએસ સંસદ ભવનમાં તોફાનો થયા હતા તેના આરોપ છે, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.

આ પહેલા સેનેટરોએ સંસદમાં બે દિવસીય બેઠક યોજી હતી. જેમાં વીડિયો અને ઓડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ડેમોક્રેટિક વકીલોએ બતાવવાની કોશિશ કરી કે ટ્રમ્પ હિંસા ભડકાવવાનું વલણ ધરાવે છે. તેમણે તોફાનોને રોકવા માટે કંઇ જ કર્યું નહીં, ન કોઈ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે દલીલ કરી હતી કે, જો ટ્રમ્પ આ કેસમાં નિર્દોષ જાહેર થાય છે, તો તે ફરીથી કોંગ્રેસ પર પ્રહાર કરી શકે છે. શુક્રવારે, વૈન ડેર વીને ડેમોક્રેટ્સની દલીલોને નકારીને, તેમની ટિપ્પણી શરૂ કરી. ડેમોક્રેટ્સે દલીલ કરી હતી કે 6 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં તેમના સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા, જેથી બાયડેનને તેની ચૂંટણીની જીતને પ્રમાણિત કરતા અટકાવી શકાય.

નવા એપી પોલમાં, મોટાભાગનાં અમેરિકનોને લાગે છે કે, કેપિટલમાં થયેલા વિદ્રોહ માટે ટ્રમ્પ કંઇક અંશે દોષિત છે. પરંતુ તેઓ એ વાત પર એકમત નથી કે શું સેનેટને દોષી ઠેરવવા માટે વોટ આપવો જોઇએ. રવિવારે જાહેર કરાયેલા એબીસી ન્યૂઝ/ઇપ્સોસ પોલમાં બતાવવામાં આવ્યું છે કે, 56 ટકા અમેરિકનો ટ્રમ્પને દોષી માનતા સેનેટનું સમર્થન કરે છે. 10 માંથી 9 ડેમોક્રેટ્સ તેમના પર પદ પર પ્રતિબંધ મૂકવા માંગે છે, જ્યારે 10 માંથી 8 રિપબ્લિકન તેની વિરુદ્ધ છે.

USA / બિડેન સરકાર 25,000 શરણાર્થીઓને અમેરિકા આવવા માટે આપશે હરી ઝંડી

London / 12 વર્ષનો આ છોકરો શા માટે ચુંબકની 54 ગોળી ગળી ગયો? કારણ છે જાણવા જેવું…

CHIN / ચીને મુક્યો BBC પર પ્રતિબંધ, કોરોનાવાયરસ અને મહિલાઓ સાથે ગેંગરેપની ખબરો કરેલી ઉજાગર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ