Surat News: સુરત મનપા (Surat Municipal Corporation) સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં (Smimer Medical College) બોયઝ કેન્ટીનમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ કોન્ટ્રાક્ટર અગ્રવાલને આજે સાંજ સુધી બ્લેકલિસ્ટ (Blacklist) કરાય તેવી શક્યતા છે. અગ્રવાલ રેસ્ટોરન્ટને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સુરત શહેરમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં બોયઝ કેન્ટીનમાં ભોજનની ગુણવત્તા અને અનિયમિતતા સામે કેટલીય ફરિયાદો કરવામાં આવી હતી. ઈજારદારને ભોજન મામલે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે, ઈજારદારે કોઈ સુધારો કર્યો ન હોવાથી બ્લેકલિસ્ટ કરવાની માગ ઉઠી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સંચાલિત સ્મીમેર કોલેજમાં અગ્રવાલ રેસ્ટોરન્ટ ભોજન પીરસતી હતી. એટલું જ નહીં, ભાડુ, લાઈટબિલ અને દંડ ભરવા સહિતની રકમ અંગે મનપાએ તાકીદ કરી હતી. પરંતુ કોઈ જ જવાબ ન આવતા હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. વધુમાં કોન્ટ્રાક્ટરને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટમાં નાખવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ
આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો
આ પણ વાંચો:સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઇ ગર્લ બોલાવવાનો કેસ, ડો. ઋત્વિક દરજી સસ્પેન્ડ
