Not Set/ સાવલીના લાંછનપુર ગામે મોતના ધરા સમાન હાથીયા ધરાને પૂરવા માટે તજવીજ,અધિકારીઓની ટીમ દ્વારાં નિરીક્ષણ

સાવલી તાલુકાના લાંછનપુર ગામે આવેલ મહીસાગર નદીમાં દોઢસોથી વધુ યુવકો ડૂબી જવાના મામલામાં ધારાસભ્યના નેતૃત્વ હેઠળ વિવિધ અધિકારીઓની ટીમ દ્વારાં ઘટનાસ્થળે જઈને નિરીક્ષણ કરીને

Gujarat Trending
hathiyo dharo સાવલીના લાંછનપુર ગામે મોતના ધરા સમાન હાથીયા ધરાને પૂરવા માટે તજવીજ,અધિકારીઓની ટીમ દ્વારાં નિરીક્ષણ

સંદીપ જેસડીયા, સાવલી@ મંતવ્ય ન્યૂઝ

સાવલી તાલુકાના લાંછનપુર ગામે આવેલ મહીસાગર નદીમાં દોઢસોથી વધુ યુવકો ડૂબી જવાના મામલામાં ધારાસભ્યના નેતૃત્વ હેઠળ વિવિધ અધિકારીઓની ટીમ દ્વારાં ઘટનાસ્થળે જઈને નિરીક્ષણ કરીને કુખ્યાત હાથિયા ધરાને પૂરીને વધુ ભોગ બનતા અટકાવવા માટે કમર કસી છે.સાવલી પી.એસ.આઈ અલ્પેશ માહિડા એ સાવલી પ્રાંત અધિકારી તેમજ મામલતદારને લેખિતમાં પત્ર લખી જાણજાણ કરી હતી. હવે વધુ યુવક યુવતીઓના જીવ ના જાય તે માટે કુખ્યાત હથિયા  ધરાને કાયમી ધોરણે સ્ટીલ રેલિંગ અને અસરગ્રસ્ત વિસ્તારના સીલ કરવા તેમજ નદી પટ વિસ્તારમાં પ્રવેશબંધી માટેનું જાહેરનામું બહાર પાડવાની રજૂઆત કરતો પત્ર પણ પાઠવ્યો હતો.

સાવલીના લાંછન પુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે તેમજ પર્યટક સ્થળ તરીકે યુવક યુવતીઓનું ભારે પ્રિય સ્થળ છે. શનિ રવિ અને વારે તહેવારે તેમજ હોળી ધુળેટી પર્વ નિમિત્તે ખુબજ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અહીંયા આવે છે અને ન્હાવાની મસ્તીમાં ધીંગા મસ્તીમાં સેંકડો યુવક-યુવતીઓએ કુખ્યાત હાથીયાધરાંમાં ડૂબીને જીવ ગુમાવ્યો છે. વારંવાર બનતી ઘટનાઓના કારણે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે જિલ્લા કલેકટર સાથે આ નદીના પટમાં પ્રવેશ મંદિરનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે. પરંતુ આડા દિવસોમાં ભૌગોલિક પરિસ્થિતિ થી અજાણ યુવક-યુવતીઓ ડૂબીને જીવ ગુમાવે છે.

આ બાબતે ચિંતિત થઈને સાવલી પોલીસે પણ નદી પટમાં હાથીયા ધરામાં ન્હાવા જવાની અને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવતા ચેતવણી બોર્ડ પણ માર્યું છે પરંતુ તમામ ચેતવણીઓ અને પોલીસના બંદોબસ્ત ને છોડીને નદી પટમાં જતા યુવક યુવતીઓ ડૂબીને મૃત્યુ પામે છે છેલ્લા એક માસમાં ચારથી વધુ યુવક-યુવતીઓ મૃત્યુ પામ્યા છે તેવામાં સાવલી પી.એસ.આઈ અલ્પેશ મહિડા તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર ના અથાગ પ્રયત્નોથી તેમજ લોક રજૂઆતના પગલે મહી નદીના કુખ્યાત હાથિયા ધરાની પ્રાંત ઓફિસર મામલતદાર તેમજ આર એન્ડ બી ના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ ને યુદ્ધના ધોરણે વધુ યુવકોના ભોગ બનતા અટકાવવા માટે કવાયત હાથ ધરી છે. આજરોજ સમગ્ર નદી પરિસર નું નિરીક્ષણ કરીને હાલના વિવાદીત સ્થળ પર સિમેન્ટ કોંક્રિટ નો માલ ભરીને પૂરી દેવા માટે અથવા સમગ્ર ધરાને સ્ટીલની રેલીંગ મારીને કોર્ડ ન કરવા તજવીજ હાથ ધરી છે

સાથે સાથે સંબંધિત વિભાગની મંજૂરી લઈને જાહેરનામું બહાર પાડીને યુવકોને નદી પટમાં જતા રોકવા માટે સમગ્ર તંત્ર દ્વારા કમર કસી છે સાથે-સાથે પોલીસ વિભાગને પણ અહીંયા આવતા યુવક યુવતીઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં ચારથી વધુ યુવક-યુવતીઓ ડૂબી જવાના પગલે સમગ્ર તાલુકાનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે, જ્યારે સમગ્ર બાબતે ધારાસભ્ય કેતન ઈમાનદારને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે જિલ્લા કલેકટરને પત્ર લખીને પ્રવેશ બંધીનું જાહેરનામુ બહાર પાડવા માટે ભલામણ તેમજ યુવકો તેમજ નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા માટે હાથિયો ધરો સીલ કરી દેવા માટે બે કરોડની ગ્રાન્ટ ફાળવવાની તૈયારી બતાવી છે, અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને શું શક્ય થઈ શકે તેની ચર્ચા કરી સરકારમાં પણ રજૂઆત કરીને કાયમી હલ આવે તે માટે પ્રયત્ન હાથ ધરનાર છે.

majboor str 2 સાવલીના લાંછનપુર ગામે મોતના ધરા સમાન હાથીયા ધરાને પૂરવા માટે તજવીજ,અધિકારીઓની ટીમ દ્વારાં નિરીક્ષણ