Not Set/ પાટણમાં રાધનપુર સિવિલ હોસ્પિટલ બચાવો આંદોલન, કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ

પાટણમાં કોંગ્રેસ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુર સિવિલ હોસ્પિટલ બચાવો આંદોલનનાં ભાગરૂપે આ વિરોધ કરવામાં આવ્યો હતો. રાધનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ અને અપુરતા સ્ટાફની કાયમી ફરિયાદ હોવાનાં કારણે રાધનપુરની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલને ફરી ધમધમતી કરવા કોંગ્રેસે સિવિલ હોસ્પીટલ બચાવો આંદોલન ચલાવ્યું છે, જેમાં દર સોમવારે […]

Gujarat Others
congress પાટણમાં રાધનપુર સિવિલ હોસ્પિટલ બચાવો આંદોલન, કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ

પાટણમાં કોંગ્રેસ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુર સિવિલ હોસ્પિટલ બચાવો આંદોલનનાં ભાગરૂપે આ વિરોધ કરવામાં આવ્યો હતો. રાધનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ અને અપુરતા સ્ટાફની કાયમી ફરિયાદ હોવાનાં કારણે રાધનપુરની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે.

સિવિલ હોસ્પિટલને ફરી ધમધમતી કરવા કોંગ્રેસે સિવિલ હોસ્પીટલ બચાવો આંદોલન ચલાવ્યું છે, જેમાં દર સોમવારે શહેરીજનોની સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવે છે. કોંગ્રેસના આ સિવિલ હોસ્પીટલ બચાવો આંદોલનમાં રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલ રાનઘનપુરની પ્રજાની અવદશાની ફરિયાદની ઉપેક્ષા મામલે ભારે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.

લોકોનું કહેવું છે કે, આ સમગ્ર વિસ્તાર માટે રાધનપુર સિવિલ હોસ્પીટલ જ કોઇ માટી ઘટનામાં આધાર છે. અને અહી અવારનવાર કોઇને કોઇ મોટી દુર્ધટનાઓ સર્જાતી રહે છે. આપને જણાવી દઇએ કે થોડા સમય પૂર્વે જ આ વિસ્તારમાં અકસ્માતે હોનારત વહેરી હતી અને અનેક લોકોનાં જીવ ગયા હતા. ત્યારે પણ તમામ ઇજાગ્રસ્તોને રાધનપુર સિવિલ લાવવામા આવ્યા હતા અને ડોક્ટરોના અભાવે ત્યારે પણ રાતો રાત આસપાસથી ડોક્ટરોની મદદ લેવામાં આવી હતી આવી ઘટના પૂર્વે પણ અનેકવાર ઘટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.