વિરોધ/ PM નાં વખાણ પર ગુલામ નબી આઝાદનો વિરોધ શરૂ, કોંગ્રેસ કાર્યકરોએ સળગાવ્યા પુતળા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓમાંનાં એક અને રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદનો કોંગ્રેસ પાર્ટીમાં હવે વિરોધ શરૂ થઈ ગયો છે.

India
Mantavya 23 PM નાં વખાણ પર ગુલામ નબી આઝાદનો વિરોધ શરૂ, કોંગ્રેસ કાર્યકરોએ સળગાવ્યા પુતળા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓમાંનાં એક અને રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદનો કોંગ્રેસ પાર્ટીમાં હવે વિરોધ શરૂ થઈ ગયો છે. જણાવી દઇએ કે, ગુલામ નબી આઝાદે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી, જેના પર મંગળવારે કોંગ્રેસનાં કાર્યકરોએ જમ્મુમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગુલામ નબી આઝાદનું પુતળું પણ દહન કરાયું હતું.

ચૂંટણી પરિણામ: પાલિકા-પંચાયતમાં મનપા જેવી સ્થિતિ, શરૂઆતી વલણોમાં ભાજપ આગળ

વિરોધ કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદને કોંગ્રેસમાં આટલું સન્માન મળ્યું છે અને આજે જ્યારે કોંગ્રેસને ટેકો આપવાનો સમય આવ્યો છે ત્યારે તે સમયે તે ભાજપ સાથે દોસ્તી કરી રહ્યા છે. કાર્યકરોએ કહ્યું કે આઝાદ જમ્મુ-કાશ્મીરમાં ડીડીસીની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે નથી આવ્યા, પરંતુ આજે તેઓ વડા પ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.

Election Result: રાજ્યમાં પાલિક-પંચાયતની ચૂંટણીનું આજે આવશે પરિણામ

આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ગુલામ નબી આઝાદે જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આઝાદે તેમને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે વર્ણવ્યાં હતા, જે હજી પણ પોતાને ચાયવાલા કહેવામાં ગર્વ અનુભવે છે. પીએમ મોદીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, ક્યારેય પોતાની ઓળખ છુપાવી ન જોઈએ, તેની વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આમ કરવા બદલ ગર્વ અનુભવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ