બોલીવુડ/ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નો વિરોધ, અક્ષય કુમારના પુતળા સળગાવી કર્યા સૂત્રોચ્ચાર

ગુરુવારે ચંદીગઢમાં ક્ષત્રિય મહાસભાના નેતૃત્વ હેઠળ ‘પૃથ્વીરાજ’ ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો, સાથે અક્ષય કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પુતળા પણ દહન કરવામાં આવ્યા હતા

Entertainment
કોરોના 2 23 ફિલ્મ 'પૃથ્વીરાજ'નો વિરોધ, અક્ષય કુમારના પુતળા સળગાવી કર્યા સૂત્રોચ્ચાર

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ની ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ હેડલાઇન્સમાં રહી છે. અક્ષયની આ ફિલ્મ મહાન રાજા રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. આ ફિલ્મથી પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે, પરંતુ આ ફિલ્મ હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ કરણી સેનાએ ફિલ્મના ટાઇટલ સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ફિલ્મના નામ પર વાંધો ઉઠાવ્યો છે.

Rajput community holds massive protest against 'Padmavati' | India News,The  Indian Express

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે ચંદીગઢમાં ક્ષત્રિય મહાસભાના નેતૃત્વ હેઠળ ‘પૃથ્વીરાજ’ ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો, સાથે અક્ષય કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પુતળા પણ દહન કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય મહાસભા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ફિલ્મનું નામ ‘હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ અથવા ‘સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણ’ હોવું જોઈએ.  લોકો કહે છે કે ફિલ્મનું નામ ફક્ત ‘પૃથ્વીરાજ’ એ તેમના અપમાન કર્યા બરાબર છે. આ સિવાય સંગઠન સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓએ આ ફિલ્મ બતાવવી જોઈએ, જેથી તેઓને ખબર પડે કે ફિલ્મમાં કોઈ વિવાદ નથી.

Akshay Kumar movie

લોકો કહે છે કે જો આવું ન થાય તો આ ફિલ્મ સામે પણ તે જ પ્રદર્શન કરવામાં આવશે જેવું ‘પદ્માવત’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મ્સના રિલીઝ દરમિયાન કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં એટલે કે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયુક્તાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે અને આનું નિર્માણ આદિત્ય ચોપડા દ્વારા કરવામાં આવ્યું છે.