વિવાદ/ શોએબ અખ્તરને શો માંથી બહારનો રસ્તો બતાવનાર એન્કરનો Video આવ્યા બાદ PTV નો મોટો નિર્ણય

પાકિસ્તાનના સ્ટાર બોલર શોએબ અખ્તરે PTV સ્પોર્ટ્સનાં એન્કર નૌમાન નિયાઝે ઓન એર શો થી બહાર નિકળવાનું કહ્યુ હતુ તે બાદથી વિવાદ શરૂ થયો છે. હવે આ વિવાદે નવો વળાંક લીધો છે.

Sports
શોએબ અને નૌમાન વિવાદ

T20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે, ભારતની પહેલી જ મેચમાં પાકિસ્તાને તેને હરાવી એક ઈતિહાસ પણ રચ્યો છે. પરંતુ આ તમામ ખુશી બાદ પાકિસ્તાનમાં એક નવો વિવાદ ઉભો થયો છે, જે પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને લઇને છે. પાકિસ્તાનના સ્ટાર બોલર શોએબ અખ્તરે PTV સ્પોર્ટ્સનાં એન્કર નૌમાન નિયાઝે ઓન એર શો થી બહાર નિકળવાનું કહ્યુ હતુ તે બાદથી વિવાદ શરૂ થયો છે. હવે આ વિવાદે નવો વળાંક લીધો છે.

આ પણ વાંચો – Cricket / IPL 2022 નાં રીટેન્શન નિયમો બહાર આવ્યા, અન્ય ટીમ સાથે રમતા જોવા મળી શકે છે તમારા મનગમતા ખેલાડી

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2021માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને એન્કર ડૉક્ટર નૌમાન નિયાઝ વચ્ચેનો વિવાદ વધુ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની ટીવી એટલે કે PTV એ એક મોટો નિર્ણય લીધો છે. PTV એ આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે અને વધુ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી બન્નેને એફ એર કરવામાં આવ્યા છે. PTV એ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. PTV તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, મામલાની તપાસ ચાલી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયાઝ અને અખ્તરને ઓફ એર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં સ્પષ્ટ છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને તમામ તથ્યો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બન્નેમાંથી કોઈને પણ PTV નાં કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – અભિનંદન / ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

આ પ્રકારની વાત સામે આવ્યા બાદ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું છે કે, તેણે દુનિયાની સામે રાજીનામું આપી દીધું છે. એ પણ કહ્યું કે શું PTV પાગલ થઈ ગયું છે. તેઓ કોણ છે જે મને ઓફ એર કરે છે? આ પહેલા ગુરુવારે શોએબ અખ્તરે ઘટનાની ચાલી રહેલી તપાસ માટે રચાયેલી કમિતિ સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે ડોન ન્યૂઝ સાથે વાત કરતા શોએબ અખ્તરે કહ્યું કે, જે પણ થયું તે બધાની સામે છે. શો દરમિયાન જે કંઈ પણ થયું, કમિટી તેને જોયા બાદ નિર્ણય લઈ શકે છે. જોવાનું રહેશે કે મામલો વધુ વજન પકડે છે કે પછી વાત અહીં પૂરી થાય છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમે તેની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને દસ વિકેટે હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં પણ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને તે પોઈન્ટ ટેબલમાં હાલ નંબર વન પર છે. ટીમની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની સંભાવનાઓ વધારે છે.