Not Set/ પંજાબના એડવોકેટ જનરલે રાજીનામાની અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ,સિદ્વુથી નારાજ હતા

પંજાબના વરિષ્ઠ વકીલે રાજીનામું આપવાની ઓફર કરી નથી. પંજાબ સરકારે 27 સપ્ટેમ્બરે દેઓલને રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા

Top Stories India
punnnnnn પંજાબના એડવોકેટ જનરલે રાજીનામાની અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ,સિદ્વુથી નારાજ હતા

પંજાબના એડવોકેટ જનરલ એપીએસ દેઓલે તેમના રાજીનામાની અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. એપીએસ દેઓલે કહ્યું છે કે તેઓ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળ્યા છે પરંતુ તેમણે હજુ સુધી રાજીનામું આપ્યું નથી. મીડિયામાં એવા અહેવાલ હતા કે દેઓલે સોમવારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને પોતાનું રાજીનામું સોંપ્યું છે.આ અટકળોને તેમણે નકારી હતી.

પંજાબના વરિષ્ઠ વકીલે રાજીનામું આપવાની ઓફર કરી નથી. પંજાબ સરકારે 27 સપ્ટેમ્બરે દેઓલને રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. પંજાબના એડવોકેટ જનરલના પદ પર દેઓલની નિમણૂક પર સિદ્ધુએ સવાલો ઉઠાવી રહ્યા છે. દેઓલ 2015ના પોલીસ ગોળીબારના કેસમાં પૂર્વ પોલીસ મહાનિર્દેશક સુમેધ સિંહ સૈનીના વકીલ હતા.

પંજાબના એડવોકેટ જનરલ (AG) APS દેઓલ સોમવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળ્યા હતા. ગયા મહિને પંજાબની ચન્ની સરકારે દેઓલને પંજાબના એડવોકેટ જનરલ બનાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ નવજોત સિદ્ધુની નારાજગીને કારણે દેઓલને રાજીનામું આપવા કહ્યું હતું. રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુ પાર્ટી કાર્યાલયમાં આવતા નથી, ન તો તેઓ જાહેર કાર્યક્રમો કે પાર્ટીના સંગઠનાત્મક કાર્યમાં સામેલ થતા હોય છે. માત્ર તમામ પક્ષની બેઠકમાં હાજરી આપી હતી. સિદ્ધુ હજુ પણ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.