મોટી જાહેરાત/ પંજાબ સરકારની જાહેરાત કોરોનાથી અનાથ બનેલા બાળકોને પેન્શન અને સ્નાતક સુધી મફત શિક્ષણ

પંજાબ સરકારની મોટી જાહેરાત અનાથ બાળકોને મફત શિક્ષણ અને પેન્શન

India
cmm પંજાબ સરકારની જાહેરાત કોરોનાથી અનાથ બનેલા બાળકોને પેન્શન અને સ્નાતક સુધી મફત શિક્ષણ

પંજાબ સરકારે કોરોના મહામારીમાં મોટી જાહેરાત કરી છે કે અનાથ બાળકોના ઘરમાં કમાવનાર વ્યક્તિનું મોત થઇ ગયું હોય તેવા પરિવારને જુલાઇ 2021થી પ્રતિ માસ 1500 રૂપિયા સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત અનાથ બાળકો અને પ્રભાવિત પરિવારોના બાળકોને સ્નાતક સુધી મફત શિક્ષા આપવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરએ કહ્યું કે સરકાર કોરોનાના લીધે અનાથ થયેલા બાળકો અને પરિવારજનોને ખોવાવાળા બાળકોને મફત સરકારી સંસ્થામાં મફત શિક્ષા આપવામાં આવશે. ગુરૂવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષાની બેઠક કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે પીડિત વ્યક્તિને એક જુલાઇથી આર્શીવાદ યોજના અંતર્ગત 51 હજાર રકમ પણ આપવામાં આવશે. ઉપરાંત સમાર્ટ રાશન કાર્ડ યોજના અંતર્ગત મફત રોશન આપવામાં આવશે સાથે વીમા યોજનામાં પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર પીડિત પરિવારો ને ઘર ઘર રોજગાર અને કારોબાર મિશન અતર્ગત નોકરી ્પવાવામાં પણ સહાયતા કરશે.