Court/ ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી

જનહિત અરજીના માધ્યમથી ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી દીધી છે. હિસાર નિવાસી લાલ બહાદુર ખોવાલે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરતાં ઈન્ટરનેટને મૌલિક અધિકારના દાયરામાં લાવવાની માંગ કરી હતી. અરજીમાં હરિયાણા સરકાર દ્વારા જારી 29 અને 30 જાન્યુઆરીના નોટિફિકેશનને આધાર બનાવવામાં આવ્યું છે. અરજદારે કહ્યું કે આ નોટિફિકેશનના માધ્મયથી હરિયાણા […]

India
download 2 ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી

જનહિત અરજીના માધ્યમથી ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી દીધી છે. હિસાર નિવાસી લાલ બહાદુર ખોવાલે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરતાં ઈન્ટરનેટને મૌલિક અધિકારના દાયરામાં લાવવાની માંગ કરી હતી.

અરજીમાં હરિયાણા સરકાર દ્વારા જારી 29 અને 30 જાન્યુઆરીના નોટિફિકેશનને આધાર બનાવવામાં આવ્યું છે. અરજદારે કહ્યું કે આ નોટિફિકેશનના માધ્મયથી હરિયાણા સરકારે અમુક જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટની સેવાને ઠપ્પ કરી દીધી હતી.આજના યુગમાં બધું ડિઝિટલ થઈ ગયું છે. બાળકોનું ભણતર હોય કે સરકારી સેવાઓ હોય દરેક જગ્યાએ ઈન્ટરનેટ જરૂરી બની ગયું છે. કોર્ટની સુનાવણી હોય કે મોલમાં ડિઝિટલી ચૂકવણું હોય તેના માટે પણ ઈન્ટરનેટ જરૂરી છે આવામાં તેને બંધ કરવાની દરેક વર્ગના લોકોને નુકસાન થાય છે. જો કે હાઈકોર્ટે આ અંગે અસહમતિ વ્યક્ત કરતાં અરજદારની અરજી ફગાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ