punjab police/ પંજાબ પોલીસે બબ્બર ખાલસા જૂથના 2 આંતકવાદીઓની કરી ધરપકડ, મોટા પાયે હથિયારો કર્યા જપ્ત

પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, 4 મેગેઝીન અને 30 કારતુસ મળી આવ્યા છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 07T124536.869 પંજાબ પોલીસે બબ્બર ખાલસા જૂથના 2 આંતકવાદીઓની કરી ધરપકડ, મોટા પાયે હથિયારો કર્યા જપ્ત

પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, 4 મેગેઝીન અને 30 કારતુસ મળી આવ્યા છે. UAPA અને આર્મ્સ એક્ટ હેઠળ રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ, અમૃતસરમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

રાષ્ટ્રવિરોધી અભિયાનને પગલે કરી કાર્યવાહી

આ મોડ્યુલ યુએસએ સ્થિત હરપ્રીત સિંઘ ઉર્ફે હેપ્પી પાસિયાન, આતંકવાદી હરવિન્દર સિંઘ ઉર્ફે રિંડાનો નજીકનો સાથી અને તેના સહયોગી આર્મેનિયા સ્થિત શમશેર સિંહ ઉર્ફે શેરા દ્વારા સંચાલિત હતો. પ્રાથમિક તપાસ મુજબ હેપ્પી પાસિયાન, રિંડા અને શમશેર સાથે મળીને પંજાબમાં યુવાનોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરીને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ હેપ્પી પાસિયાન, રિંડા અને શમશેર સાથે મળીને યુવાનોને રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરીને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા. પોલીસે ચાર મેગેઝીન અને 30 કારતુસ સાથે બે પિસ્તોલ જપ્ત કરી છે.

બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકવાદી જૂથ

નોંધનીય છે કે ભારત સરકારે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ગત ડિસેમ્બર મહિનામાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ જૂથ (BKI)ના નેતા લખબીર સિંહ ઉર્ફ લાંડાને ભારત સરકારે આતંકીવાદી જાહેર કર્યો.  પાકિસ્તાનથી ભારતમાં આવતા હથિયારો અને IED ઉપકરણમાં લખબીર સિંહની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ ભારત સરકારે આ પગલું ભર્યું. ઉપરાતં લાંડા RPG હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાની શંકાના આધારે પંજાબ પોલીસ અને NIAએ આ મામલે લાડા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે હાલમાં BKI જૂથના નેતા લખબીર સિંહ કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન વિસ્તારમાં રહેતો હોવાની સરકારને માહિતી મળી છે.જો કે લખબીર સિંહ મૂળ પંજાબના તરનાતરન જિલ્લાનો રહેવાસી છે. કથિત ગેરરીતિઓમાં BKI જૂથની સંડોવણી હોવાનું સામે આવતા પંજાબ પોલીસ સક્રિય થતા હાલમાં  મોટી કામગીરી કરી આ જૂથના બે આંતકવાદીઓની ધરપકડ કરવા સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો