Accident/ પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબોર્નમાં કાર અકસ્માતમાં મોત

લોકો સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુના આઘાતમાંથી બહાર પણ આવ્યા ન હતા કે વધુ એક પંજાબી ગાયકે પોતાનો જીવ ગુમાવ્યો. પ્રખ્યાત પંજાબી ગાયક નિરવૈર સિંહનું નિધન થઈ ગયું છે

Trending Entertainment
8 1 પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબોર્નમાં કાર અકસ્માતમાં મોત

લોકો સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુના આઘાતમાંથી બહાર પણ આવ્યા ન હતા કે વધુ એક પંજાબી ગાયકે પોતાનો જીવ ગુમાવ્યો. પ્રખ્યાત પંજાબી ગાયક નિરવૈર સિંહનું નિધન થઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયામાં એક ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માતે તેમનો જીવ લઈ લીધો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હજુ સુધી આ મામલામાં નિરવૈર સિંહના પરિવાર દ્વારા કોઈની ઉપર આરોપ લગાવવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે પંજાબી સિંગર નિરવૈર સિંહે પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી જ કરી હતી. લગભગ 9 વર્ષ પહેલા તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. ઑસ્ટ્રેલિયામાં 31 ઑગસ્ટના રોજ એક ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માતે તેમનો જીવ લઈ લીધો. નિરવૈર સિંહને બે બાળકો છે, જે પિતાના ગયા પછી હવે સાવ એકલા પડી ગયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મેલબોર્નમાં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માત થયો હતો. આ મામલામાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ નિરવૈરના પરિવારજનોએ તેમના પર કોઈ આરોપ લગાવ્યા નથી.

નોંધનીય છે કે નિરવૈર સિંહ એક પ્રખ્યાત પંજાબી ગાયક હતા. ‘માય ટર્ન’ આલ્બમનું તેમનું ગીત ‘તેરે બિના’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. તે પંજાબના કુરાલીના રહેવાશી હતા. ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા બાદ તેમણે લગ્ન કર્યા હતા.