બંધ/ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી 30 એપ્રીલ સુધી બંધ

એપીએમસી દ્ધારા સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો

Gujarat
11 4 ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી 30 એપ્રીલ સુધી બંધ

રાજ્યમાં કોરોનાવધી  કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રોજ નવા દસ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે તમામ લોકો ભયભીત છે. સાથે જ કોરોનાથી બચાવના પણ પ્રયત્ન કરી રહ્યા છે. હવે કૃષિ વિભાગે ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી 30 એપ્રીલ સુધી બંધ કરી દીધી છે.

એપીએમસી દ્ધારા સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે રાજ્યમાં કૃષિ વિભાગ દ્ધારા ઘઉં અને ચણાની ખરીદી આગામી 30 એપ્રીલ સુધી બંધ કરવામાં આવી છે.  ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ દસ્તક આપી છે જેથી આ સાત દિવસ દરમિયાન કોરોના સંક્રમણની ચેન તુટે તે હેતુસર ટેકાના ભાવે ખરીદી કરવાનું મુલત્વી રાખ્યુ છે.

સ્થાનીક લેવલે ઘણા બધા એસોશીએશન દ્ધારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. કેટલીક એપીએમસી દ્ધારા પણ 30 એપ્રીલ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. ખેડુતોને એપીએમસી સુધી ધક્કાના ખાવા પડે. તે માટે આગામી સાત દિવસ સુધી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ટેકાના ભાવે કુલ 90 દિવસ સુધી ખરીદી કરે છે. પરંતુ કોરોનાના લીધે સરકાર દ્ધારા 30 એપ્રીલ સુધી ખરીદી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બાદમાં આ દિવસો ઉમેરવામાં આવશે.