Viral Video/ સુપરમાર્કેટમાં મસાલા શોધી રહી હતી મહિલા અને અચાનક સામે આવી ગયો અજગર, પછી…

સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગયેલી મહિલાની સામે અચાનક એક મોટો અજગર આવી ગયો. આ બધું ત્યારે થયું જ્યારે મહિલા સુપરમાર્કેટમાં રસોડા માટે કેટલાક…

Videos
અજગર

જો સાપ અને અજગર જેવા ખતરનાક પ્રાણીઓ અચાનક સામે આવી જાય તો ઘણી વખત તમારા  મોઢામાંથી ચીસો નીકળી જાય છે. બીજી બાજુ, જો તેઓ કરડે છે, તો  તમારો જીવ પણ જાય છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગયેલી મહિલાની સામે અચાનક એક મોટો અજગર આવી ગયો. આ બધું ત્યારે થયું જ્યારે મહિલા સુપરમાર્કેટમાં રસોડા માટે કેટલાક મસાલા શોધી રહી હતી.

આ પણ વાંચો:ડાન્સ કરતા કરતા એક મહિલા ફ્લોરથી નીચે પડી, વિડીયો વાયરલ થતા લોકો લઈ રહ્યા છે મજા

ગ્લેનોરી સુપરમાર્કેટમાં એક મહિલા ફૂડ ડિપાર્ટમેન્ટમાં મસાલાની ખરીદી કરી રહી હતી ત્યારે અચાનક રૅકમાંથી એક અજગર બહાર નીકળ્યો હતો. 4 ફૂટ બહાર નીકળેલો અજગર મહિલાના મોઢાની એકદમ નજીક આવી જતાં મોટી ફાળ પડી હતી. ત્યાર બાદ સુપરમાર્કેટનો સ્ટાફ દોડી આવ્યો અને અજગરના રેસ્ક્યૂ માટે સ્નેચરને બોલાવ્યો હતો. સ્નેચરે અજગરને પકડીને જંગલમાં છોડી દીધો હતો. મહત્વનું છે કે ડાયમંડ પ્રજાતિનો આ અજગર બિનઝેરી છે, પણ તેનો ડંખ ખૂબ જ પીડાદાયક હોય છે.

આ પણ વાંચો:લાલ સાડીમાં યુવતી કર્યા આવી રીતે શાનદાર સ્ટંટ, બેકફ્લિપ જોઇને લોકો થયા દિવાના

આપને જણાવી દઈએ કે, મહિલાનું નામ હેલેના તરીકે વર્ણવવામાં આવ્યું છે. હેલેનાએ બાદમાં કહ્યું કે અજગર એકદમ શાંત હતો અને તેને પકડી લેવામાં આવ્યો હતો. હેલેનાએ કહ્યું કે અજગર તેમનાથી માત્ર 20 સેમી દૂર હતો. હેલેનાએ તેને તેની આટલી નજીક જોયા પછી પણ જોરથી અવાજ કર્યો નહતો.

આ પણ વાંચો:કચરો વીણનારી મહિલા બોલી કડકડાટ ઈંગ્લીશ, વિડીયો જોઈને તમે પણ કહેશો વાહ

આ પણ વાંચો:22 ફૂટ લાંબા સાપને ખભા પર લઈને જતો જોવા મળ્યો યુવક, વિડીયો જોઇને તમે ચકિત થઇ જશો

આ પણ વાંચો:દુકાનમાં ફરતા બતકનો ક્યુટ વિડીયો થયો વાયરલ, જોઇને તમે પણ થઇ જશો ખુશ