ક્રિકેટ/ શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં પ્રમુખ, રાહુલ દ્રવિડ શ્રીલંકાનાં આગામી મર્યાદિત ઓવર પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ રહેશે.

Sports
તાઉતે વાવાઝોડું 76 શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં પ્રમુખ, રાહુલ દ્રવિડ શ્રીલંકાનાં આગામી મર્યાદિત ઓવર પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ રહેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે.

તાઉતે વાવાઝોડું 78 શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જવાની છે અને આ પ્રવાસ માટે ભારતનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ નવા કોચ રહેશે. જ્યારે ટીમ ઇન્ડિયા શ્રીલંકાનાં મુલાકાત લેશે ત્યારે ટીમનાં નિયમિત કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડમાં હશે, કારણ કે તે સમયે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમતી હશે, તેથી રાહુલ દ્રવિડને નવા કોચ બનાવવામાં આવેલ છે. ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. જો કે, આ સિરીઝનું પૂર્ણ સમયપત્રક હજી બહાર પાડવામાં આવ્યું નથી. વળી હજી સુધી ટીમની પસંદગી પણ કરવામાં આવી નથી.

જુલાઈમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરવા જઈ રહી છે. રાહુલ દ્રવિડ હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી એટલે કે એનસીએનાં પ્રમુખ છે. હવે બીસીસીઆઈએ તેમને બીજી મોટી જવાબદારી સોંપી છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રહી ચૂક્યા છે, સાથે જ તેમણે ભારતીય એ ટીમ અને અંડર 19 ટીમને પણ કોચિંગ આપી ચુક્યા છે. રાહુલ દ્રવિડ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં જોડાશે. વર્ષ 2014 ની શરૂઆતમાં, તેમણે ભારતીય ટીમનાં બેટિંગ સલાહકાર તરીકે કામ કર્યું હતું.

તાઉતે વાવાઝોડું 77 શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

ક્રિકેટ / કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ

અહેવાલો અનુસાર, ભારતીય ટીમ 5 જુલાઈએ શ્રીલંકા પહોંચશે અને ત્યારબાદ એક અઠવાડિયા માટે કેવોરેન્ટીનમાં રહેશે. ક્વોરેન્ટીન પૂર્ણ કર્યા પછી, મુલાકાતી ટીમ 13 જુલાઇથી ત્રણ મેચની વનડે સિરીઝ અને ત્યારબાદ 22 જુલાઈથી ત્રણ મેચની ટી-20 સિરીઝ રમશે. તેમણે કહ્યું કે અલબત્ત તે આ સમયનાં સંજોગો કેવા છે તેના પર પણ નિર્ભર છે. કોરોનાને કારણે, અમે ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી શકતા નથી, તેથી તમામ મેચ પ્રેક્ષકો વિના રમવામાં આવશે. ગયા વર્ષે જૂન મહિનામાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે સિરીઝ રમવાની હતું, પરંતુ કોવિડ-19 મહામારીનાં કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. જો કે બીસીસીઆઈ દ્વારા આ સિરીઝનું પૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સંભવિત શિડ્યુલ બહાર આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ વન-ડે મેચની સિરીઝ હશે, આ મેચ 13 જુલાઈએ પ્રથમ મેચ, 16 જુલાઈએ બીજી અને ત્રીજી મેચ 19 જુલાઈએ રમાઇ શકે છે. બીજી બાજુ, જો આપણે ટી-20 મેચની વાત કરીએ તો તેની પહેલી મેચ 22 જુલાઈએ રમી શકાશે. આ પછી 24 અને 27 જુલાઈએ બીજી અને ત્રીજી મેચ રમી શકાશે. આ પછી ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત ફરશે. એટલે કે, છ મેચની શ્રેણીનો આ સમગ્ર પ્રવાસ લગભગ એક મહિનાનો હશે.

majboor str 14 શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ