Not Set/ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યુ પદ્માવતીની આગમાં, ભાજપ પર કેવા પ્રહારો કર્યા? વાંચો

દિલ્હી કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ પદ્માવત ફિલ્મ પર ભાજપને આડેહાથ લેતા કહ્યું હતું કે, પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલાં લોકોને ભાજપ સરકાર ટેકો આપી રહી છે. દેશમાં હિંસા અને તિરસ્કાર વધારીને કેસરીયાં બ્રિગેડ દેશમાં આગ ફેલાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના ગુરૂગ્રામમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા સ્કૂલ બસ પર […]

India
rahul gandhi 1 રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યુ પદ્માવતીની આગમાં, ભાજપ પર કેવા પ્રહારો કર્યા? વાંચો

દિલ્હી

કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ પદ્માવત ફિલ્મ પર ભાજપને આડેહાથ લેતા કહ્યું હતું કે, પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલાં લોકોને ભાજપ સરકાર ટેકો આપી રહી છે. દેશમાં હિંસા અને તિરસ્કાર વધારીને કેસરીયાં બ્રિગેડ દેશમાં આગ ફેલાવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના ગુરૂગ્રામમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા સ્કૂલ બસ પર પત્થરમારો કરવાની ઘટનાની નિંદા કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, બાળકો સામેની હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં. હિંસા અને નફરત કાયરોનું હથિયાર છે. રાહુલે ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે, ભાજપે નફરત અને હિંસાનો ઉપયોગ કરીને સમગ્ર દેશને આગમાં ધકેલ્યો છે.
રાહુલે આ ટ્વિટ હરિયાણાના ગુરૂગ્રામમાં પ્રદર્શન દરમિયાન સ્કૂલ બસ પર થયેલા પથ્થરમારાના વીડિયોને ટાંકીને કર્યું હતુ. ફિલ્મ પદ્માવતના વિરોધમાં નીકળેલા ટોળાએ ગુરૂગ્રામમાં કાયરતાની હદ વટાવી દીધી હતી.
રસ્તામાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસમાં નાના ભૂલકાંઓ અને શિક્ષકો બેઠા હતા. ત્યારે જ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વીડિયોમાં શિક્ષકો નાના બાળકોને પથ્થરમારાથી તૂટતાં કાચથી બચાવવા માટે નીચે બેસાડી દીધા હતા. સમગ્ર દેશમાંથી આંખ બંધ કરી દેખાવ કરનારા તત્વો વિરુદ્ધ ફીટકાર વરસાવાઇ રહ્યો છે.