અમદાવાદ/ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ

જણાવી દઈએ કે, વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ડિહાઇડ્રેશનની અસરને કારણે ઢળી પડ્યા હતાં. કાર્યકરોએ તેમને પાણી પીવડાવ્યા બાદમાં…

Ahmedabad Gujarat Mantavya Exclusive
કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસનો વિરોધ: અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં કોંગ્રેસે ED દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીને આપવામાં આવેલા સમન્સની વિરૂદ્વ વિરોધ પ્રદર્શનનુ આયોજન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી. કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ મહંદ અંશે સફળ થતા નેતાઓની મોઢ પર ચમક દેખાતી હતી. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો GMDC ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા જેમાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

2 29 રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ

કન્વોકેશન હોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, ભાજપની દિલ્હીની સરકારે રાહુલ ગાંધીને ED નુ સમન્સ મોકલ્યુ છે. કોંગ્રેસ દેશની લોકશાહી માટે લડે છે. જ્યારે સરકાર પ્રજા, ઉદ્યોગપતિ, મીડિયાને હેરાન કરવાનુ કામ કરે છે. કોંગ્રેસ લોકશાહી બંધારણનુ રક્ષણ કરશે. કોંગ્રેસ રસ્તા પર ઉતરીને લોકોની લડાઇ લડશે. કોંગ્રેસના ધારાસભ્યો સરકારની દાદાગીરી સામે વશ થયા નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ કાર્યકરોએ આઝાદીના આંદોલનમાં સામી છાતીએ ગોળીઓ ખાધી હતી. હસતા મુખેથી ફાંસીના ફંદા ગળામાં પહેર્યા હતાં. સ્વેચ્છાએ કાળાપાણીની સજા ભોગવી હતી, છતા અંગ્રેજ સરકાર સામે માફ માંગી ન હતી. જ્યારે RSSનુ ગોત્ર ધરાવતા નેતાઓએ અંગ્રેજોને માફી માટે પત્રો લખ્યા હતાં. રાહુલ ગાંધી RSS ના મૂળમાં મીઠુ ભરે છે. દેશની અખંડિતા માટે ઇન્દીરા ગાંધીએ હસતા મોઢે 36 ગોળીઓ ખાધી હતી. ઇન્દીરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ તોફાનો બંધ કરાવવા હાથ જોડીને અપીલ કરી હતી.

વિધાનસભા વિપક્ષનાં નેતા સુખરામ રાઠવાએ ભાજર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં ભાજપનુ લાંબા સમયથી રાજ છે. યુપીએ સરકાર સમયે ભાજપ નેતાઓ કહેતા કે મનમોહનસિંહ મૌની બાબા માફક મોંઘવારી પર બોલતા નથી. મોદીજી હાલમાં ત્રણ વાર ગુજરાત આવ્યા છતા મોંઘવારી પર ચર્ચા ન કરી. મોદી ખોટો સિક્કો છે. ખોટો સિક્કો હંમેશા પાછો આવે છે. સરકારે 2 કરોડ રોજગારીનો વાયદો કર્યો હતો. પરંતુ, હાલમાં દેશમાં લાખો યુવાનો બેરોજગાર છે. કોંગ્રેસ સરકારે ઉભી કરેલી નવરત્ન કંપનીઓ ભાજપ સરકારે વેચી દીધી છે. વડાપ્રધાન માટે જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરતા તેમની પર આસામમાં કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી.

સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ સરકાર વિરૂદ્વ બોલેતો તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. બે ગુજરાતી ગાંધી અને સરદારે દેશને આઝાદી અપાવી છે, જ્યારે બે ગુજરાતી મોદી અને શાહ દેશને વેચવા નીકળ્યા છે અને બે ગુજરાતી અદાણી અને અંબાણી તેને લેવા નીકળ્યા છે.

કોંગી ધારાસભ્યો પરેશા ધાનાણી, અમરીશ ડેર, પ્રતાપ દુધાત, અમીત ચાવડા વગેરે નેતાઓએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે GMDC ગ્રાઉન્ડમાંથી કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બેંસાડવામાં આવ્યા હતા.

2 30 રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ

જણાવી દઈએ કે, વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર ડિહાઇડ્રેશનની અસરને કારણે ઢળી પડ્યા હતાં. કાર્યકરોએ તેમને પાણી પીવડાવ્યા બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: National Herald case/ યંગ ઇન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી, પૈસા ક્યાંથી આવ્યા?