Politics/ કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધી ચિંતિત, કહ્યુ- બાળકો માટે નક્કી કરવામાં આવે પ્રોટોકોલ

કોરોના રોગચાળાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની ત્રીજી લહેરની ચેતવણીથી દેશનાં લોકો પરેશાન થઇ ગયા છે.

India
petrol 76 કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધી ચિંતિત, કહ્યુ- બાળકો માટે નક્કી કરવામાં આવે પ્રોટોકોલ

કોરોના રોગચાળાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની ત્રીજી લહેરની ચેતવણીથી દેશનાં લોકો પરેશાન થઇ ગયા છે. નિષ્ણાતોનાં મતે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વાવાઝોડાનું સંકટ / ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડું

આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બાળકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, ભવિષ્યમાં બાળકોને કોરોનાથી રક્ષણની જરૂર રહેશે. આવી સ્થિતિમાં, બાળકોની સારવાર માટેનાં પ્રોટોકોલ્સનો નિર્ણય પહેલા લેવો જોઈએ. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતનાં ભવિષ્ય માટે વર્તમાનનાં મોદી સિસ્ટમને ઉંઘમાંથી જગાડવાની જરૂર છે.

અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

આપને જણાવી દઇએ કે, કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ત્રીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ બાળકોને વધુ અસર કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક રાજ્યોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે ઘણા સમય પહેલા ત્રીજી લહેર માટેની તૈયારી શરૂ કરી દીધી છે. વળી ઓડિશા સરકારે તૈયારીઓ સૂચવવા માટે એક સમિતિની રચના પણ કરી છે. આ બધાની વચ્ચે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, બાળકોની રસીની માંગ પણ ઝડપથી વધી રહી છે. અમેરિકામાં બાળકોની રસી તૈયાર છે. વળી બાળકો પર બાયોટેક કોવેક્સિનની ટ્રાયલ્સ શરૂ થઈ છે. એવી આશા છે કે આ વર્ષનાં અંત સુધીમાં, બાળકો માટે પણ આ રસી ઉપલબ્ધ થશે.

kalmukho str 14 કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધી ચિંતિત, કહ્યુ- બાળકો માટે નક્કી કરવામાં આવે પ્રોટોકોલ