Not Set/ આસામ એનઆરસી મુદ્દે રાહુલ ગાંધી : શરૂઆત મનમોહન સિંહે કરી પરંતુ….

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યં કે આ સંકટના સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે જ રાહુલે કોંગ્રેસના સદસ્યોને આહવાન કર્યું કે રાજ્યમાં શાંતિ બનાવી રાખવામાં મદદ કરો અને એનઆરસીના સંદર્ભમાં જે લોકો સાથે અન્યાય થયો છે એમની મદદ કરો, ભલે તેઓ […]

Top Stories India
2m2kgmgc rahul gandhi આસામ એનઆરસી મુદ્દે રાહુલ ગાંધી : શરૂઆત મનમોહન સિંહે કરી પરંતુ....

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યં કે આ સંકટના સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે જ રાહુલે કોંગ્રેસના સદસ્યોને આહવાન કર્યું કે રાજ્યમાં શાંતિ બનાવી રાખવામાં મદદ કરો અને એનઆરસીના સંદર્ભમાં જે લોકો સાથે અન્યાય થયો છે એમની મદદ કરો, ભલે તેઓ કોઈ પણ ધર્મ, જાતિ,લિંગ વગેરે હોય. એમણે ફેસબૂક પોસ્ટમાં કહ્યું કે યુપીએ સરકાર અને મનમોહન સિંહની આગેવાની હેઠળ એનઆરસીની શરૂઆત કરવામાં આવી હતી જેથી 1985ની આસામ સમજૂતી પર આપવામાં આવેલા વચનો પુરા કરી શકાય.

તેમ છતાં, કેન્દ્ર અને આસામની ભાજપ સરકારે જે રીતે કામ કર્યું છે, તે અમારી આશા મુજબનું નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આસામના ખૂણે-ખૂણે થી ખબરો આવી રહી છે કે ભારતીય નાગરિકોને એનઆરસી મુસદ્દામાં નામ નથી મળી રહ્યા. જેનાથી રાજ્યમાં ભારે અસુરક્ષાનો માહોલ છે. એમણે કહ્યું કે 1200 કરોડ રૂપિયા ખર્ચવા છતાં આખી પ્રક્રિયા સુસ્ત રહી. સરકારે આ સંકટના સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

વળી,આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (એનઆરસી) ની યાદી જાહેર થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સાંસદમાં કહ્યું હતું કે કોઈને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જેમનું નામ લીસ્ટમાં નથી, એમના વિરુદ્ધ કોઈ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહિ આવે. રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો અનાવશ્યક રીતે ડરનો માહોલ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. આ પૂરી રીતે નિષ્પક્ષ રીપોર્ટ છે. કોઈ પણ ખોટી માહિતી ફેલાવવી ના જોઈએ. એમણે કહ્યું હતું કે આ ડ્રાફ્ટ યાદી છે, અંતિમ યાદી નથી. જો કોઈનું નામ ફાઈનલ લીસ્ટમાં નથી, તો તેઓ તેઓ વિદેશી ન્યાયાધીકરણમાં જઈ શકે છે. કોઈની વિરુદ્ધમાં પણ બળપૂર્વક કાર્યવાહી કરવામાં નહિ આવે. એટલે કોઈને પણ ગભરાવાની જરૂર નથી.