Not Set/ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો કટાક્ષ,કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધી પણ વેક્સિનની નહી

10 જુલાઈએ વાસ્તવિક રસીકરણ 37 લાખ હતું, જે લક્ષ્યની તુલનામાં 51 લાખ ડોઝથી ઓછું હતું.

Top Stories

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો  અને કહ્યું હતું કે મંત્રીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ કોવિડની રસીઓ વધી નથી. તેમણે દૈનિક રસીકરણોનો એક ચાર્ટ પણ શેર કર્યો, જે મુજબ, ડિસેમ્બર 2021 સુધીમાં બધા પુખ્ત વયના લોકોની રસીકરણ પૂર્ણ કરવાનું લક્ષ્ય હજી દૂર છે.

ગાંધીએ ટ્વીટ કર્યું હતું  મંત્રીઓની સંખ્યા વધી છે, રસી નહીં! તેણે હેશટેગ મુક્યું છે ‘રસી ક્યાં છે. કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં  43 પ્રધાનો જોડાયા બાદ રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી. કેબિનેટ મંત્રી મંડળમાં પ્રધાનોની સંખ્યા હવે વધીને 77 થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ શેર કરેલો ચાર્ટ, ભારતના રસીકરણ ગુણોત્તરનો છે, જેમાં COVID-19 ની ત્રીજી લહેરને અટકાવવાના લક્ષ્ય સાથે છે. ચાર્ટ મુજબ, ડિસેમ્બર 2021 સુધીમાં 60 ટકા વસ્તી રસીકરણ કરવાનું લક્ષ્યાંક છે અને આ માટે દરરોજ રસીકરણ દર 88 લાખ ડોઝ છે.જોકે, ચાર્ટ એ પણ સૂચવે છે કે છેલ્લા સાત દિવસોમાં સરેરાશ રસીકરણ એ દરરોજ 34 લાખ ડોઝ છે, જે લક્ષ્યની તુલનાએ 54 લાખ ડોઝ છે. ચાર્ટ મુજબ, 10 જુલાઈએ વાસ્તવિક રસીકરણ 37 લાખ હતું, જે લક્ષ્યની તુલનામાં 51 લાખ ડોઝથી ઓછું હતું.