પ્રહાર/ રાહુલ ગાંધીએ વીડિયો અપલોડ કરીને સરકાર પર કર્યા પ્રહાર,જાણો વિગતો

ખેડૂતોના આંદોલનને લઈને સરકારને ટોણો માર્યો છે. તેમણે લખ્યું છે ‘વિજય માટે માત્ર એક જ સત્યાગ્રહી પૂરતો છે. મહાત્મા ગાંધીને નમ્ર શ્રદ્ધાંજલિ

Top Stories
ghandhi123 રાહુલ ગાંધીએ વીડિયો અપલોડ કરીને સરકાર પર કર્યા પ્રહાર,જાણો વિગતો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની જન્મજયંતી પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ખેડૂતોના આંદોલનને લઈને કેન્દ્ર સરકારને ટોણો માર્યો છે. તેમણે લખ્યું છે- ‘વિજય માટે માત્ર એક જ સત્યાગ્રહી પૂરતો છે. મહાત્મા ગાંધીને નમ્ર શ્રદ્ધાંજલિ.

વીડિયોમાં શું છે
ગાંધી જયંતિ પર રાહુલ ગાંધીએ ટ્વિટર પર અપલોડ કરેલા વીડિયોમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આંદોલન અને ખેડૂતોના આંદોલનના વીડિયો જોવા મળે છે. આ વીડિયોની શરૂઆતમાં લખ્યું છે – ‘સત્યાગ્રહ ત્યારે અને હવે’. બાપુએ અસત્ય અને અન્યાય સામે સત્યાગ્રહ કર્યો, આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. વીડિયો પછી ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના ફૂટેજ બતાવે છે. આ પછી લખ્યું છે – અહીં દરેક હૃદયમાં બાપુ છે, અને તમે કેટલા ગોડસે લાવશો? અમે તમારા જુલમથી ડરતા નથી, તમારા અન્યાય સામે ઝૂકતા નથી, અમે ભારતના લોકો છીએ, સત્યના માર્ગમાં રોકશો નહીં.

 

 

 આંદોલન મામલે સરકાર પર પ્રહાર
ખેડૂતો લાંબા સમયથી કૃષિ કાયદા બિલનો વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન પણ આપ્યું હતું. આ પહેલા પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. કોંગ્રેસ પણ આ આંદોલનને લઈને સરકાર પર પ્રહાર કરી રહી છે અને ખેડૂતોની સાથે કૃષિ કાયદો બિલ પાછું ખેંચવાની માંગ કરી રહી છે.