કટાક્ષ/ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, દેશમાં મોંઘવારી અને બેરોજગારીની….

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શાસનમાં પેટ્રોલ અને રાંધણગેસના ભાવમાં વધારા સાથે ‘ગબ્બર સિંહ ટેક્સ’ લૂંટ અને બેરોજગારીની સુનામી આવી છે.

Top Stories India
રાહુલ ગાંધીએ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શાસનમાં પેટ્રોલ અને રાંધણગેસના ભાવમાં વધારા સાથે ‘ગબ્બર સિંહ ટેક્સ’ લૂંટ અને બેરોજગારીની સુનામી આવી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Former Congress President Rahul Gandhi) એ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કહ્યું- 133 કરોડ ભારતીયો દરેક અવરોધમાંથી કહી રહ્યા છે, દમ હોય તો અમને રોકો. ભાજપના શાસનમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 157 ટકાનો વધારો, રેકોર્ડબ્રેક મોંઘું પેટ્રોલ, ‘ગબ્બર સિંહ ટેક્સ’ની લૂંટ અને બેરોજગારીની સુનામી.

કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે, “હકીકતમાં જનતા વડાપ્રધાનને કહી રહી છે કે તમારા દ્વારા ઊભા કરાયેલા આ અવરોધો તેમને ખતમ કરી નાખ્યા છે, હવે બંધ કરો. મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર તેના વિશે બિલકુલ વિચારતી પણ નથી. જેના કારણે લોકોને બે સમયની રોટલી માટે ખિસ્સા તરફ જોઈને બે વખત વિચારવું પડે છે.

આ પણ વાંચો: RBI ગવર્નરનો દાવો – લોકોને મોંઘવારીથી જલ્દી રાહત મળી શકે છે, જાણો શું કહ્યું મંદી પર

આ પણ વાંચો: જાણો ગુજરાતની રાપર વિધાનસભા બેઠકનું મતદાન સમીકરણ

આ પણ વાંચો:ભાવનગરમાં 4 માસની બાળકી બની કૂતરાનો કોળીયો….