Politics/ રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- સરકાર છે કે જૂની હિન્દી ફિલ્મનો લાલચુ સાહૂકાર

દેશમાં કોઇ પણ મુદ્દા વિશ ચર્ચા થઇ રહી હોય ત્યારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગળની પંક્તિમાં જોવા મળતા હોય છે.

Top Stories India
11 417 રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- સરકાર છે કે જૂની હિન્દી ફિલ્મનો લાલચુ સાહૂકાર

દેશમાં કોઇ પણ મુદ્દા વિશ ચર્ચા થઇ રહી હોય ત્યારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગળની પંક્તિમાં જોવા મળતા હોય છે. કેન્દ્ર સરકારની કોઇપણ નીતિ કે નિર્ણયોને લઇને રાહુલ ગાંધી હંમેશા સવાલ કરતા રહે છે અને ઘણી વખત સરકારની ટીકા પણ કરતા હોય છે. આજે પણ રાહુલ ગાંધીએ ટ્વિટર મારફતે સરકાર પર કટાક્ષ કર્યો છે.

ચોંકાવનારો કિસ્સો / ગાયનાં પેટમાંથી નીકળ્યું 21 કિલો પ્લાસ્ટિક, ડોક્ટર્સ પણ ચોંકી ગયા

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો માટે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘એક તરફ તમે લોકોને લોન લેવા માટે ઉશ્કેરી રહ્યા છો અને બીજી તરફ તમે ટેક્સ વસૂલાતથી અંધાધૂંધ કમાઇ કરી રહ્યા છો. સરકાર છે કે જૂની હિન્દી ફિલ્મનાં લોભી સાહૂકાર’. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને એક મીડિયા રિપોર્ટ પણ શેર કર્યો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ પર 88 ટકા એક્સાઈઝ ડ્યૂટી ટાંકવામાં આવી છે, જેના દ્વારા સરકારે રૂપિયા 3.35 લાખ કરોડની રકમ એકઠી કરી છે. છેલ્લા 42 દિવસની અંદર પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ.11.52 નો વધારો થયો છે. પાંચ રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ઓઇલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલ વધાર્યું હતું, ત્યારબાદ બે મહિના સુધી કિંમતોમાં વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ તે પછી વચ્ચે-વચ્ચે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલનાં વધતા ભાવ સામે ટીએમસી સાંસદો સોમવારે સંસદનાં મોનસૂન સત્રમાં પહોંચ્યા હતા અને પેટ્રોલ-ડીઝલ, એલપીજીનાં વધતા જતા ભાવ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

OMG! / 250 વર્ષ જુની વ્હીસ્કીની બોટલ એક કરોડ રૂપિયાથી પણ વધુમાં વેચાઇ

ઉલ્લેખનીય છે કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થયા પછી પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. ક્રૂડ ઓઇલ 7.63 ટકા ઘટીને 66.33 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ છે. પરંતુ સ્થાનિક બજારમાં જાહેર જનતાને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી એલપીજીનાં ભાવ સ્થિર છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ બંનેનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ આજે લિટર દીઠ 101.84 રૂપિયા પર પહોંચી ગયા છે જ્યારે ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.