Politics/ વિદેશી નિર્મિત રસીને મંજૂરી આપવાની તૈયારી પર રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. દરરોજ 1.5 લાખથી વધુ નવા કોવિડ કેસ બહાર આવી રહ્યા છે.

Top Stories India
mmata 90 વિદેશી નિર્મિત રસીને મંજૂરી આપવાની તૈયારી પર રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. દરરોજ 1.5 લાખથી વધુ નવા કોવિડ કેસ બહાર આવી રહ્યા છે. દરમિયાન, કોરોના વાયરસ રસીઓની ઉપલબ્ધતા વધારવા માટે, ભારત સરકારે વિદેશી બનાવટની રસીનાં કટોકટી ઉપયોગને મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સરકારે તાજેતરમાં જ રશિયન બનાવટની રસી સ્પુતનિક વી ને ત્રીજી રસી તરીકે મંજૂરી આપી છે. આનાથી દેશમાં રસીની અછત દૂર કરવામાં મદદ મળશે.

Covid-19 / કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કોરોના પોઝિટિવ

જેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે મહાત્મા ગાંધીનાં એક પ્રખ્યાત નિવેદનને ટાંકીને ટ્વીટ કર્યું, “પહેલા તેઓ તમારી અવગણના કરશે, પછી તમારા પર હસશે, પછી તેઓ તમારી સામે લડશે, પછી તમે જીતી જશો.” આ સાથે રાહુલ ગાંધીએ વિદેશી રસીને મંજૂરી આપવાની પ્રક્રિયાનાં સમાચાર પણ એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે. જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા ભારતને વિદેશમાં ઉત્પાદિત રસીનાં ઉપયોગની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પછી, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેમના પર વિદેશી કંપનીઓની લોબીંગ કરવાનો આરોપ લગાવ્યો.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી પહેલાથી જ સરકારને કહી રહ્યા છે કે, 45 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને પણ કોરોના રસી આપવી જોઈએ. બીજી તરફ, ઘણા રાજ્યોમાં કોવિડ રસીની અછત હોવાના અહેવાલો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ