Not Set/ રાહુલ ગાંધી હેલિકોપ્ટરનો દરવાજો રીંપેર કરતા આવ્યા નજર, બન્યા પાયલોટનાં મદદનીશ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી મદદગારી કરતા નજરે આવ્યા છે. જી હા રાહુલ સામાન્ય લોકોને મદદ માટે હંમેશા ત્તપર જોવા મળે છે અને પોતાની પ્રોફાઇલ કે સિક્યોરીટીની પરવા કર્યા વગર જ લોકોને મદદ કરવા પહોંચા જાય છે. આજે પણ આવી જ ઘટના સામે આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પાઈલોટની મદદ કરતો એક વીડિયો […]

Top Stories India
rahul gandhi repairing રાહુલ ગાંધી હેલિકોપ્ટરનો દરવાજો રીંપેર કરતા આવ્યા નજર, બન્યા પાયલોટનાં મદદનીશ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી મદદગારી કરતા નજરે આવ્યા છે. જી હા રાહુલ સામાન્ય લોકોને મદદ માટે હંમેશા ત્તપર જોવા મળે છે અને પોતાની પ્રોફાઇલ કે સિક્યોરીટીની પરવા કર્યા વગર જ લોકોને મદદ કરવા પહોંચા જાય છે. આજે પણ આવી જ ઘટના સામે આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પાઈલોટની મદદ કરતો એક વીડિયો વાયરલ થયો છે.

rahul gandhi repaired helicopter રાહુલ ગાંધી હેલિકોપ્ટરનો દરવાજો રીંપેર કરતા આવ્યા નજર, બન્યા પાયલોટનાં મદદનીશ

પોતાનાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્તતાને લઇને દિગ્ગજ રાજનેતાઓ અક સ્થળેથી બીજા સ્થળ પર ઝડપથી પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. રાહુલ ગાંઘી પર પોતના ચૂંટણી પ્રવાસ પર નિકળ્યા ત્યારે તેમના હેલિકોપ્ટરના દરવાજામાં ખામી સર્જાઇ હતી. પાઈલોટ દ્વારા ખામીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો હતો. રાહુલ ગાંધીએ પણ તે દરમિયાન પાઈલોટની સાથે ઉભા રહીને તેમની મદદ કરી હતી. રાહુલ ગાંધીએ હેલિકોપ્ટરનાં પાયલોટને હેલિકોપ્ટરનાં દરવાજામાં રબ્બર લગાવવામાં મદદ કરી હતી અને બધુ બરાબર ન થઇ ગયું ત્યાં સુધી ત્યાજ ઉભા રહ્યા હતા. સામાન્ય રીતે સેલિબ્રીટી આવી સ્થિતીમાં કંઇ બીજુ જ કરતા જોવા મળે છે.

helping રાહુલ ગાંધી હેલિકોપ્ટરનો દરવાજો રીંપેર કરતા આવ્યા નજર, બન્યા પાયલોટનાં મદદનીશ

આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીને આ ચૂંટણી દરમિયાન અનેક વાર હેલિકોપ્ટરનાં લીધે પરેશાન થવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પૂર્વે પણ રાહુલે પોતે જ પ્લેનમાં ખરાબી સર્જાતા પોતે પાછ દિલ્હી ઇમર્જન્સી લેન્ડીંગ કર્યાનો વિડીયો શેર કરી લોકોની મોડા પહોંચશે તે સબબ માફી માંગી હતી. તો વાયનાડમાં પોતાનાં રોડ સમયે એક જર્નાલિસ્ટને ઇજા પહોંચતા, પોતે જ તેમને સ્ટેચર પર લઇ ગયા હતા અને મદદ કરી હતી. આમ પોતાનાં વ્યસ્ત રાજકીય સ્કેડ્યુલમાં પણ રાહુલ પોતાની માનતાનો પરીચય આવાનવાર આપતા રહે છે.