Rahul-Adani-BJP/ રાહુલનો અદાણી આલાપઃ શેલ કંપનીઓમાં રોકાણ અંગે ભાજપ જવાબ આપે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર અદાણી મુદ્દે ભાજપને ઘેરતા જોવા મળ્યા. કોંગ્રેસ ન્યાયતંત્ર પર દબાણ લાવી રહી છે તેવા ભાજપના આરોપના જવાબમાં રાહુલે કહ્યું કે ભાજપે પહેલા જવાબ આપવો જોઈએ કે અદાણીની શેલ કંપનીઓમાં 20,000 રૂપિયાની બેનામી સંપત્તિ કોની છે.

Top Stories
Rahul Gandhi 2 રાહુલનો અદાણી આલાપઃ શેલ કંપનીઓમાં રોકાણ અંગે ભાજપ જવાબ આપે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર અદાણી Rahul-Adani-BJP મુદ્દે ભાજપને ઘેરતા જોવા મળ્યા. કોંગ્રેસ ન્યાયતંત્ર પર દબાણ લાવી રહી છે તેવા ભાજપના આરોપના જવાબમાં રાહુલે કહ્યું કે ભાજપે પહેલા જવાબ આપવો જોઈએ કે અદાણીની શેલ કંપનીઓમાં 20,000 રૂપિયાની બેનામી સંપત્તિ કોની છે.

પત્રકારના સવાલ પર રાહુલ ગુસ્સે
રાહુલ ગાંધી આજે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા કે Rahul-Adani-BJP તરત જ કેટલાક પત્રકારોએ તેમને સુરત કોર્ટમાં કરેલી અરજી પર સવાલ ઉઠાવ્યા હતા. પત્રકારે કહ્યું કે ભાજપ કહે છે કે કોંગ્રેસ દ્વારા ન્યાયતંત્ર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. પત્રકારનો સવાલ સાંભળીને રાહુલ ગાંધી ભડકી ગયા અને કહ્યું કે તમે હંમેશા ભાજપની વાત કેમ કરો છો.

મોદી અટકની ટિપ્પણી બદલ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને Rahul-Adani-BJP બે વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારપછી તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. રાહુલે સોમવારે સુરત કોર્ટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા.

જામીન બાદ ભાજપ પર રાહુલનો કટાક્ષ
સુરત કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. Rahul-Adani-BJP તેણે ટોણો મારતા કહ્યું કે હું મિત્રતા વિરુદ્ધ અને લોકશાહી બચાવવા માટે લડી રહ્યો છું. આ લડાઈમાં મેં સત્યને મારું શસ્ત્ર અને સમર્થન માન્યું છે અને હું એ જ રસ્તે ચાલીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમૃતકાળ અંગ રાહુલ ગાંધીએ કટાક્ષમાં કહ્યું હતું કે હાલમાં દેશમાં મિત્રકાળ ચાલી રહ્યો છે.

રાહુલ ગાંધી હવે તેમને કર્ણાટકમાં જે સ્થળે રેલીમાં મોદી અટક અંગે બોલવા Rahul-Adani-BJP બદલ સજા થઈ હતી ત્યાંથી જ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર શરૂ કરે તેમ માનવામાં આવે છે. કર્ણાટકમાં દસમી મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને તેનું પરિણામ 13મીમેએ જાહેર થશે. કોંગ્રેસને આ વખતે કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ છે.

 

આ પણ વાંચોઃ Dayashankar Divorce/ ઉત્તરપ્રદેશના ભાજપના બે ભૂતપૂર્વ મંત્રીઓ વચ્ચે થયા છૂટાછેડા

આ પણ વાંચોઃ કર્ણાટક-શિવકુમાર/ કોંગ્રેસના નેતા શિવકુમારને રોડ શોમાં નોટો ઉડાડવું ભારે પડ્યુંઃ હવે કરશે કોર્ટ કેસનો સામનો

આ પણ વાંચોઃ મોદીની ડિગ્રી-અજિત પવાર/ લોકોએ મોદીને 2014માં તેમની ડિગ્રી જોઈને નહી તેમનો કરિશ્મા જોઈ મત આપ્યો હતોઃ અજિત પવાર