Politics/ રાહુલનો PM ને સવાલ- જો વેક્સિન તમામ માટે ફ્રી તો ખાનગી હોસ્પિટલો કેમ વસૂલશે ચાર્જ?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ ​​વડા પ્રધાન મોદીનાં દેશનાં નામે સંબોધન દરમ્યાન થયેલી એક વાત પર સવાલ ઉઠાવ્યા છે.

Top Stories India
1 225 રાહુલનો PM ને સવાલ- જો વેક્સિન તમામ માટે ફ્રી તો ખાનગી હોસ્પિટલો કેમ વસૂલશે ચાર્જ?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ ​​વડાપ્રધાન મોદીનાં દેશનાં નામે સંબોધન દરમ્યાન થયેલી એક વાત પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાનને પૂછ્યું છે કે, એક સરળ પ્રશ્ન – જો કોરોના વેક્સિન દરેક માટે મફત છે, તો ખાનગી હોસ્પિટલો માટે કેમ ચાર્જ લેવો જોઈએ?

ષડયંત્ર / ભારતને સોંપાઈ જવાના ડરથી ભાગેડુ મેહુલ ચોકસીએ પોતાના અપહરણનું નાટક રચ્યું : ભારતીય ગુપ્તચર એજન્સીઓ

રાહુલ ગાંધીએ પીએમ મોદીની ખાનગી હોસ્પિટલો દ્વારા લેવામાં આવતા મહત્તમ 150 રૂપિયાનાં સર્વિસ ચાર્જ પર સવાલ ઉઠાવ્યા છે. વળી આ પહેલા, PM મોદીએ સોમવારે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, વેક્સિનનાં નિર્ધારિત ભાવ ઉપરાંત ખાનગી હોસ્પિટલો વધુમાં વધુ 150 રૂપિયા ચાર્જ વસૂલ કરી શકશે. તેના દેખરેખનું કાર્ય રાજ્ય સરકારો પાસે રહેશે. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની બીજી લહેર બાદ દેશમાં સંકટ વચ્ચે સોમવારે સાંજે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની કોઈ પણ રાજ્ય સરકારે રસી ઉપર કંઈ ખર્ચ કરવો પડશે નહીં. દેશનાં કરોડો લોકોને અત્યાર સુધી નિઃશુલ્ક વેક્સિન મળી છે, હવે 18 વર્ષની વયનાં લોકો પણ તેમાં જોડાશે. ભારત સરકાર તમામ દેશવાસીઓને મફત રસી આપશે. પરંતુ તેમણે એક બીજી વાત કહી, જે મુજબ ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણ ચાલુ રહેશે.

મલ્ટિફંક્શનલ / દુશ્મનોનો ખાત્મો બોલાવવા માટે ભારતીય નૌકાદળ બનશે સજ્જ : ત્રણ એમએચ -60 રોમિયો હેલિકોપ્ટરનો ઉમેરો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા સમય માટે રાજ્યોમાં અંદરો અંદર એક વાત ખાસ થઇ રહી હતી કે ગયા વર્ષની સિસ્ટમ વધુ સારી હતી, જેને અમે અમલી બનાવી છે અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજ્યોમાંથી રસીકરણનું કામ પાછું ખેંચી લેવામાં આવશે. રસીકરણનું કામ હવે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર કરશે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી રસીકરણનું 50 ટકા કામ કેન્દ્ર સરકાર, 25 ટકા રાજ્ય સરકારો અને 25 ટકા ખાનગી ક્ષેત્રનાં હાથમાં હતું. સરકારે લીધેલા નિર્ણય મુજબ હવે 75 ટકા રસી કેન્દ્ર સરકારને અને બાકીની ખાનગી ક્ષેત્રને આપવામાં આવશે. દેશની કોઈ પણ રાજ્ય સરકારે રસી ઉપર કંઇપણ ખર્ચ કરવો પડશે નહીં. લાંબા સમયથી દેશ જે સતત પ્રયત્નો અને સખત મહેનત કરી રહ્યો છે તેના કારણે રસીનો સપ્લાય આગામી દિવસોમાં હજી વધુ વધવા જઈ રહ્યો છે. આજે દેશની 7 કંપનીઓ વિવિધ પ્રકારની રસી પેદા કરી રહી છે. અદ્યતન તબક્કામાં વધુ ત્રણ રસીની ટ્રાયલ પણ ચાલી રહી છે. જ્યારે હેતુ સ્પષ્ટ હોય ત્યારે, નીતિ સ્પષ્ટ હોય છે, સતત સખત મહેનત કરવામાં આવે છે, પછી પરિણામો પણ મળે છે. દરેક આશંકાને અવગણીને ભારતે એક વર્ષમાં એક નહીં પણ બે મેડ ઇન ઈન્ડિયા રસી શરૂ કરી અને બીજી એક જે નાકથી લેવાતી નોઝલ વેક્સિનન ઉપર કામ ચાલી રહ્યું છે.

kalmukho str 5 રાહુલનો PM ને સવાલ- જો વેક્સિન તમામ માટે ફ્રી તો ખાનગી હોસ્પિટલો કેમ વસૂલશે ચાર્જ?