Not Set/ હું ટીમ ઈન્ડિયાનો કોચ ન બની શકું તે માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા : રવિ શાસ્ત્રી

મારા બીજા કાર્યકાળ દરમિયાન હું એક મોટા વિવાદમાં ફસાઈ ગયો હતો અને જેઓ મને આ જવાબદારીમાંથી છીનવી લેવા માંગતા હતા. તેમણે કોઈકની પસંદગી કરી હતી અને નવ મહિના બાદ તેઓ ફરીથી એ જ વ્યક્તિ પાસે આવી ગયા કે જેમણે તેમને બહાર ફેંક્યા હતા

Top Stories Sports
રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને T20 અને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા  છે. આ પહેલા રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયા હતા. મુખ્ય કોચ તરીકે શાસ્ત્રીનો પ્રથમ કાર્યકાળ 2017 માં શરૂ થયો હતો, ત્યારબાદ 2019 માં તેમની ફરીથી નિમણૂક કરવામાં આવી હતી. તેમના સ્થાને રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળ્યું છે. શાસ્ત્રી અને કોહલીની જોડી ત્રણેય ફોર્મેટમાં ધૂમ મચાવી હતી પરંતુ ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી. કોચ તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતા શાસ્ત્રીએ સનસનીખેજ દાવો કર્યો છે. શાસ્ત્રીનું કહેવું છે કે, કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે તે ભારતીય ટીમના કોચ ન  બને.

રવિ શાસ્ત્રીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મારા બીજા કાર્યકાળ દરમિયાન હું એક મોટા વિવાદમાં ફસાઈ ગયો હતો અને જેઓ મને આ જવાબદારીમાંથી છીનવી લેવા માંગતા હતા. તેમણે કોઈકની પસંદગી કરી હતી અને નવ મહિના બાદ તેઓ ફરીથી એ જ વ્યક્તિ પાસે આવી ગયા કે જેમણે તેમને બહાર ફેંક્યા હતા. તેમને આગળ જણાવ્યું હતું કે, આ એ જ લોકો હતા કે જે નથી ઈચ્છી રહ્યા કે ભરત અરુણ કોચિંગ સ્ટાફમાં આવે !

શાસ્ત્રીએ આ વિશે કહ્યું હતું કે, હા તેઓ એવું પણ ઈચ્છતા ન હતા કે હું ભરત અરુણને બોલિંગ કોચ તરીકે સોંપું અને આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે હું જોઈ શકું છું કે વસ્તુઓ કેવી રીતે બદલાઈ ગઈ છે. જે વ્યક્તિને તે બોલિંગ કોચ તરીકે જોઈતો ન હતો. આ રોલમાં તેમની ભૂમિકા શાનદાર રહી હતી.. હું લોકો તરફ કોઈ આંગળી ચીંધતો નથી. પણ કેટલાક ખાસ લોકો હતા. મારે કહેવું જોઈએ કે તેણે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પણ આ જીવન છે.”

રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને એક જ ધરતી પર બે વખત ટેસ્ટ શ્રેણીમાં હરાવવામાં સફળ રહી છે. આ સિવાય તેણે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. ઘરઆંગણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે અજેય રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં T20 શ્રેણી જીતી હતી. ભારતની બેન્ચ-સ્ટ્રેન્થ પણ છેલ્લા ચાર વર્ષમાં અનેક ગણી વધી છે

ટીમ ઈન્ડિયાએ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન કુલ 43 ટેસ્ટ મેચ રમી જેમાં 25માં જીત અને 13માં હાર થઈ. 5 મેચ ડ્રો રહી હતી. ODIની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ 79 મેચ રમી જેમાં 53માં જીત અને 23માં હાર થઈ. બે મેચ ટાઈ રહી હતી અને એક અનિર્ણિત રહી હતી. T20ની વાત કરીએ તો, 68 મેચ રમ્યા બાદ ભારતે 44માં જીત મેળવી અને 20માં હારનો સામનો કરવો પડ્યો. 2 મેચ ટાઈ રહી હતી અને બે અનિર્ણિત રહી હતી.