Not Set/ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા દરોડા, કૌંભાડમાં NGOની સંડોવણમી સામે આવી

ગુજરાત, વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ નવસારી જિલ્લાની પોલીસે આજે સંયુક્ત રીતે નવસારીમાં એક ઘર પર દરોડા કર્યા હતા. પોલીસે એક એનજીઓની સંચાલિકાની ધરપકડ કરી છે તેમજ કૌભાંડ સાથે જોડાયેલા અસંખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી […]

Top Stories Gujarat Trending Videos
jalyatra 2 વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા દરોડા, કૌંભાડમાં NGOની સંડોવણમી સામે આવી

ગુજરાત,

વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ નવસારી જિલ્લાની પોલીસે આજે સંયુક્ત રીતે નવસારીમાં એક ઘર પર દરોડા કર્યા હતા. પોલીસે એક એનજીઓની સંચાલિકાની ધરપકડ કરી છે તેમજ કૌભાંડ સાથે જોડાયેલા અસંખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે.

મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અનુસંધાને પોલીસે નવસારીના તીઘરા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝીયામાં એનજીઓના મુખ્ય સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન પોલીસે એનજીઓની સંચાલિકા ભાવેશ્રી દાવડા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસને તેમના ઘરેથી અનેક મહત્વના દસ્તાવે જ તેમજ એટીએમ કાર્ડ્સ અને ચેકબુકો મળી આવી હતી.તો કૌંભાડી મહિલા આરોપીએ નિર્મલા વાઘવાણી પણ આ કૌંભાડીમાં ભાગીદારી હોવાનો આક્ષેપ કર્યા છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.