Not Set/ મુંબઈના રહેણાંક વિસ્તારમાં ક્યા ગુજરાતી ઉદ્યોગપતિનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, જાણો

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરુવાર બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ હાદસામાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક પાયલોટ, ૩ પેસેન્જર અને એક પથિક શામેલ છે. વિમાન જયારે ક્રેશ થયું ત્યારે આ પથિક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. આ વિમાન […]

Top Stories India
મુંબઈના રહેણાંક વિસ્તારમાં ક્યા ગુજરાતી ઉદ્યોગપતિનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, જાણો

મુંબઈ,

દેશની આર્થિક રાજધાની મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરુવાર બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ હાદસામાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક પાયલોટ, ૩ પેસેન્જર અને એક પથિક શામેલ છે. વિમાન જયારે ક્રેશ થયું ત્યારે આ પથિક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદય નગર વિસ્તારમાં ક્રેશ થયું છે. જણાવી દઈએ કે વિમાન ક્રેશ થયું એ રહેણાંક વિસ્તાર છે. વિમાન બપોરે 1:13 વાગે ક્રેશ થયું. આ વિમાન મોડેલ VT-UPZ,  કિંગ એરC90 છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી ચુક્યું છે.

પહેલા એવી ખબરો મળી હતી કે આ પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે. પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે વિમાન યુપી સરકારનું નથી. યુપી સરકારનું કહેવાનું છે કે એમણે આ વિમાન મુંબઈની કંપની UY U Y Aviation Pvt Ltd. ને વેચી દીધું હતું.

ઉત્તર પ્રદેશ સરકારે અધિકારીક નિવેદનમાં કહ્યું કે આ વિમાન 2014 સુધી ઉત્તર પ્રદેશ સરકાર પાસે હતું. પરંતુ 2014માં વેચી દેવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે વિમાન જુહુ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. જેવું પ્લેન ક્રેશ થયું એમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિમાન સીધું જ એક નિર્માણાધીન બિલ્ડીંગ પર પડ્યું હતું.

જાણીતી પાન-મસાલા કંપની પાનપરાગ ના માલિક દિપક કોઠારી નું ખાનગી પ્લેન હોવાનું જાણવા મળ્યું છે.