crime news/ રેલ્વેના જુનિયર એન્જિનીયરની ગોળી મારીને કરાઈ હત્યા

મંદસૌર જીલ્લાના ભાવગઢ વિસ્તારના ખોડાના ગામ નજીક રવિવારે રતલામ રેલ મંડળના જુનિયર એન્જિનીયર દિશાંત પંડ્યાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે મૃતકને એકદમ…

Top Stories India
YouTube Thumbnail 2024 01 22T171840.057 રેલ્વેના જુનિયર એન્જિનીયરની ગોળી મારીને કરાઈ હત્યા

@Nikunj Patel

Madhaya Pradesh News: મંદસૌર જીલ્લાના ભાવગઢ વિસ્તારના ખોડાના ગામ નજીક રવિવારે રતલામ રેલ મંડળના જુનિયર એન્જિનીયર દિશાંત પંડ્યાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે મૃતકને એકદમ નજીકથી ચાર ગોળીઓ મારવામાં આવી હતી. મૃતદેહ પાસે એક લાલ કલરની કાર પણ મળી હતી. આ કાર મૃતકની હોવાનું કહેવાય છે.

પોલીસને મૃતક પાસેથી એક આઈ કાર્ડ પણ મળ્યું હતું. જેમાં મૃતક રેલ્વે વિભાગના કેરેજ એન્ડ વેગન વિભાગમાં જુનિયર એન્જિનીયરના પદે કાર્યરત હોવાનું બહાર આવ્યું હતું.

ભાવગઢ પોલીસને માહિતી મળી હતી કે ખોડાના ગામ પાસે એક લાલ રંગની બ્રિઝા કાર અને તેની પાસે એક મૃતદેહ પડ્યો છે. માહિતી બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના શરીર પર ગોળીઓના ચાર નિશાન જણાતા હતા. આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોહસીન નામના યુવક અને મૃતકને એક જ યુવતી સાથે મિત્રતા હતા. હાલ પોલીસ મોહસીનને શોધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Historical Moment/ ગુજરાતમાં પણ લોકો ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠામાં જોડાઈ ગયા

આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…