વરસાદ/ ભારે ઉકળાટ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ મહેર, ઠેર ઠેર ભરાયા પાણી

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. છેલ્લા ૩ કલાકથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

Ahmedabad Gujarat
વરસાદ

છેલ્લા કેટલાય દિવસોની ગરમી અને ઉકળાટ બાળદ આજે સાંજ પછી અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. છેલ્લા ૩ કલાકથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં વિવિધ વિસ્તારો જેવા કે બોપલ, એસ.જી. હાઈવે, સાયન્સ સિટી, ઈસ્કોન, જીવરાજ, સેટેલાઈટ સહીત ચાંદખેડા, સાબરમતી, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, ઓઢવ, રખિયાલ, અમરેઈવાડી, હાટકેશ્વર, મણીનગર જેવા વિવિધ વિસ્તારોમાં વરસી માહોલ જામ્યો છે.

બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગ દ્વારા શનિ-રવિ વરસાદની આગાહી કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વરસવાનું ચાલુ થતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ આવતા છેલ્લાં કેટલાંય દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ છે.  તો નીચાણ વાળા વિસ્તરોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 IIM  પાસે ગટરમાં થી ગેસ લીકેજ 

ભારે વરસાદ ણે પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા  છે. ત્યારે  શહેરમાં IIM પાસે એક ગટરમાંથી ગેસ ગળતરની ઘટના બની છે. ગટરના ઢાંકણને હડસેલી પ્રેસર સાથે ગટરમાંથી ગેસ ગળતર થતું જોઈ શકાય છે.