સુરેન્દ્રનગર/ દસાડાના રૂસ્તમગઢ સીમમાં કેનાલ ઓવર ફલો અને ભેજના પાણીએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી નર્મદાની  માઈનોર કેનાલના ઓવર ફલો તથા ભેજના પાણીના કારણે મોટું નુકસાન થયું. જીરા સહિતના પાક પર મીની કેનાલના પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે.

Top Stories Gujarat Others
Mantay 91 દસાડાના રૂસ્તમગઢ સીમમાં કેનાલ ઓવર ફલો અને ભેજના પાણીએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી નર્મદાની  માઈનોર કેનાલ ઓવર ફલો તથા ભેજના પાણીએ તારાજી સર્જી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર નર્મદાના પાણીના ખેડૂતોને રાતાપાણીએ રડાવી રહ્યા છે. જીરા સહિતના પાક પર મીની કેનાલના પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે.

c5dd2fbf 0412 441a a6c7 0916001fe768 દસાડાના રૂસ્તમગઢ સીમમાં કેનાલ ઓવર ફલો અને ભેજના પાણીએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા

પ્રાપ્ત વિગતો મુજબ રૂસ્તમગઢથી પસાર થતી ઝિંઝુવાડા  શાખા નહેરની ઓડુ ડિસ્ટ્રીક માઈનોર કેનાલનું પાણી ખેડૂતોના જીરા સહિતના ઉભા પાક પર ફરી વળતા ખેડૂતોમા રોષ ભભુકી ઉઠયો છે વધુમા જાણવા મળતી વિગત મુજબ  નર્મદા નિગમના દ્વારા કેનાલની  યોગ્ય સફાઈ ન કરવાના કારણે ઉપરાંત કેનાલમાં આવતી લીલ એક જગ્યાએ એકત્ર થવાથી  નર્મદાની માઈનોર કેનાલનું પાણી ઓવરફ્લો થાય છે તથા પાણીનો ભેજ ખેતરમાં લાગવાના કારણે ખેડૂતો તોબા પોકારી ઊઠ્યા છે

0ce47f12 b6ca 4fcd a227 402a80569d0d દસાડાના રૂસ્તમગઢ સીમમાં કેનાલ ઓવર ફલો અને ભેજના પાણીએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા

ખેડૂતો દ્રારા તંત્રને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી. છતાં પણ નર્મદા નિગમના આલા અધિકારીઓનુ પેટનું પાણી નથી હલતુ તેવુ લાગી રહ્યું છે. અવાર નવાર દસાડા તાલુકામાં નર્મદા નિગમના પાણીના કારણે તારાજી સર્જાય છે. ખેતરોમાં નહેરનું પાણી ઉભા પાક પર ફરી વળતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થયું છે. એકાએક પાણી ફરી વળતા ખેડૂત પરિવાર કફોડી સ્થિતિમાં મૂકાયો છે. તંત્ર દ્વારા કાયમી ધોરણે નિરાકારણ લાવવામાં આવે તેવી માગ ખેડૂતોમાં માંગ ઉઠી છે.

38f8ee2e 828a 4196 b623 b9b19622bb3a દસાડાના રૂસ્તમગઢ સીમમાં કેનાલ ઓવર ફલો અને ભેજના પાણીએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા

પાક તૈયાર થવાની નજીક હોય ત્યારે ખેતરોમાં અચાનક પાણી આવી જતા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતો ઉભા પાકની કાપણી કરી કમાણી કરવાનો અવસર હોય ત્યાં પાકને નુકસાન થતા ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. સાથે સમસ્યાનો ઉકેલ ના લાવતા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ

આ પણ વાંચો: બનાસકાંઠા RTOએ 160 ડ્રાઇવિંગ લાઇસન્સ કર્યા સસ્પેન્ડ, જાણો કેમ

આ પણ વાંચો: રામ મંદિરમાં અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન આપ્યા ભેટમાં