Gujarat News : ગુજરાત (Gujarat)માં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain)વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરત (Surat)જિલ્લાના પલસાણા તાલુકામાં 462 મિમી નોંધાયો છે, જ્યારે કામરેજમાં 442 મિમી અને નવસારીમાં 388 મિમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકનો સરેરાશ વરસાદ 36.33 મિમી નોંધાયો છે.
રાજ્ય સરકારના ચોમાસા અહેવાલ મુજબ, 8 જુલાઈ 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ (Rain) 222.10 મિમી નોંધાયો છે, જે સામાન્ય વરસાદના 24.44 ટકા જેટલો છે. દક્ષિણ ગુજરાત (South Gujarat)માં સૌથી વધુ 526.25 મિમી વરસાદ નોંધાતા તે વિસ્તાર સામાન્ય વરસાદના 34.13 ટકા સુધી પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સુરતના પલસાણા (462 મિમી), કામરેજ (442 મિમી), નવસારી (388 મિમી), સુરત શહેર (358 મિમી) અને વલસાડના કપરાડા (322 મિમી) સૌથી વધુ વરસાદ (Rain)ધરાવતા વિસ્તારો રહ્યા છે.
ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમ હાલમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.54 ટકા સુધી ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 ડેમોમાં સરેરાશ 41.17 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલમાં 11 ડેમ હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ સ્થિતિમાં છે.
24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અત્યાર સુધી 7,522 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3,711 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં સૌથી વધુ સ્થળાંતર અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં હાલ 12 NDRF અને 27 SDRF ટીમો તૈનાત છે, જ્યારે વધારાની ટીમો પણ રિઝર્વમાં રાખવામાં આવી છે.
હવામાન વિભાગે 8થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભારે વરસાદ (Rain) અને ખરાબ હવામાનને કારણે દરિયામાં ઊંચા મોજાં અને પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વીજ પુરવઠા પર પણ વરસાદની અસર જોવા મળી હતી. રાજ્યમાં અસરગ્રસ્ત તમામ 3,321 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જોકે હજુ 240 ફીડર, 1,286 વીજ પોલ અને 82 ટ્રાન્સફોર્મર સેન્ટરનું સમારકામ બાકી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો : વરસાદથી મુંબઈ ઠપ્પ! વિવિધ સ્થળોએ પાણી ભરાયા
આ પણ વાંચો : પહેલા જ વરસાદે ₹12,000 કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની પોલ ખોલી
