Rajkot News: રાજકોટમાં મહાનગરપાલિકા (RMC)ના કર્મચારી (RMC Employee) સાથે થયેલી બોલાચાલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વીડિયોમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર તરીકે ઓળખાતા ગીરીશ પરમાર (Girish Parmar) મનપાના ફરજ પર રહેલા કર્મચારી સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ કર્મચારીને ધમકીભર્યા શબ્દો બોલતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના રાજકોટના માયાણી ચોક વિસ્તારમાં બની હતી. અહીં મનપાની ટીમ ડ્રેનેજ લાઇનની સફાઈ અને સમારકામની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ગીરીશ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કર્મચારી સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ થતો હોવાનું જોવા મળતાં વિવિધ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ બંને પક્ષ વચ્ચે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
શહેર ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગીરીશ પરમાર હાલમાં ભાજપમાં કોઈ સત્તાવાર હોદ્દા પર નથી, જોકે અગાઉ તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.માધવ દવે (Madhav Dave)એ જણાવ્યું કે ગીરીશ પરમારને રૂબરૂ બોલાવી સમગ્ર ઘટનાનો ખુલાસો માંગવામાં આવશે. સાથે જ કોઈપણ સરકારી કર્મચારી સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરવાની સૂચના પણ આપવામાં આવશે.
RMC Employee સાથેનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘટનાને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે. બીજી તરફ, મહાનગરપાલિકા અથવા પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી અંગેની જાહેરાત હજુ સુધી સામે આવી નથી.
આ પણ વાંચો:જૂનાગઢમાં મનપા કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:ગાંધીનગર મનપાના કર્મચારીઓની રજા પર લાગી બ્રેક! જાણો શું છે કારણ?
આ પણ વાંચો:રાજકોટ મનપાનાં કર્મચારીઓ અને થોરાળા પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ યુવકે પીધું ફિનાઈલ અને પછી…
