Not Set/ અમદાવાદમાં ઝરમર વરસાદે વાતાવરણ આહલાદક બનાવ્યું

અમદાવાદ લાંબા વિરામ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં સોમવારે  સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનુ ધમાકેદાર આગમન થયુ હતું. અમદાવાદના ચાંદખેડા, સાબરમતી, પાલડી, આશ્રમરોડ, સાયન્સ સિટી, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમધોકાર જમાવટ બોલાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની જમાવટ બાદ લોકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું અને રસ્તા તેમજ ધાબા પર પહોંચી વરસાદની મજા માણી હતી. […]

Gujarat
ahd rain 1 અમદાવાદમાં ઝરમર વરસાદે વાતાવરણ આહલાદક બનાવ્યું

અમદાવાદ

લાંબા વિરામ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં સોમવારે  સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનુ ધમાકેદાર આગમન થયુ હતું.

અમદાવાદના ચાંદખેડા, સાબરમતી, પાલડી, આશ્રમરોડ, સાયન્સ સિટી, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમધોકાર જમાવટ બોલાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની જમાવટ બાદ લોકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું અને રસ્તા તેમજ ધાબા પર પહોંચી વરસાદની મજા માણી હતી.

સોમવાર બપોર બાદથી જ શહેરના વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો.  સાંજ પડતાની સાથે જ વરસાદે શહેરમાં એન્ટ્રી કરી હતી. વરસાદ પડવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમજ શહેરીજનોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એસ.જી હાઈવે, રાણીપ, આશ્રમરોડ, વાડજ, અખબારનગર, ગોતા, લાલ દરવાજા, સી.જી.રોડ, શાહપુર ઓઢવ, સીટીએમ સહિત શહેરના અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. સોમવારે સવારથી જ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આ ઉપરાંત વરસાદની સાથે વીજળીના કડાકા પણ જોવા મળ્યાં. શહેરીજનોએ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા.

ગુજરાતમાં મેઘરાજાના શ્રીગણેશ તો થઈ ગયા છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે. જાકે, રાજ્યમાં ઠેકઠેકાણે વાતાવરણમાં પલટો જાવા મળી રહ્યો છે. મધ્ય-ઉત્તર, સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો છે. મળતી માહિતી મુજબ, સેનદ્રનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં ૪થી ૬ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.