Not Set/ દેશના અનેક રાજ્યોમાં પડી શકે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

Top Stories India
વરસાદની આગાહી દેશના અનેક રાજ્યોમાં પડી શકે વરસાદ, માછીમારોને

ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  • ભારતીય હવામાન વિભાગની આગાહી
  • સ્કૂલો અને કોલેજો બંધ કરવા આપ્યા આદેશ

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પોંડિચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે તમિલનાડુ, પોંડિચેરી, કરાઈકલ અને આંધ્ર પ્રદેશમાં 17 અને 19 તારીખે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વરસાદની સંભાવનાને જોતા તમિલનાડુના જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાની ઘોષણા કરી છે. માછીમારોને ઉત્તર તમિલનાડુ અને દક્ષિણી આંધ્રપ્રદેશના તટ સહિત પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

  • તમિલનાડુ,આંધ્ર પ્રદેશ, કેરળમાં પડી શકે વરસાદ
  • પોંડિચેરીમાં ભારે વરસાદની આગાહી
  • મહારાષ્ટ્ર, ગોવામાં પડે શકે ભારે વરસાદ
  • દેશના અનેક રાજ્યોને કર્યા એલર્ટ

તમિલનાડુના તિરુવલ્લૂર, ચેન્નઈ, કાંચીપુરમ અને રાની પેટ્ટઈ જિલ્લાઓમાં હજી 4 દિવસ વરસાદ જારી રહેવાની સંભાવના છે. તે સિવાય હવામાન વિભાગના ઓફિસિયલ વેબસાઈટ પર દરેક ડિલિઝન વાઈસ વોર્નિગ સેક્શનમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વિજળી પડી શકે છે, સાથે વરસાદ પણ પડી શકે છે. જો કે બીજી બાજુ કમોસમી વરસાદ પડવાના કારણે શિયાળામાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

દુર્ઘટના / અરૂણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ

કેજરીવાલ સાથે મુલાકાત / ગ્રેટ ખલી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે થઈ મુલાકાત, કહ્યું – પંજાબને…