Not Set/ વડોદરામાં હજુ ભારે વરસાદની આગાહી,આગામી 36 કલાક હાઇ એલર્ટ

  વડોદરા વડોદરામાં વરસાદી કહેરને હજુ ત્રણ દિવસ નથી થયાં ત્યાં ફરી એકવાર શહેરીજનો ચિંતામાં મુકાય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.હવામાના ખાતાની આગાહી પ્રમાણે વડોદરામાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે.આગામી 36 કલાક દરમિયાન વડોદરામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ અંગે વડોદરા કોર્પોરેશનના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં જણાવવામાં આવ્યું છે […]

Top Stories Gujarat Vadodara
VDR RAIN વડોદરામાં હજુ ભારે વરસાદની આગાહી,આગામી 36 કલાક હાઇ એલર્ટ

 

વડોદરા

વડોદરામાં વરસાદી કહેરને હજુ ત્રણ દિવસ નથી થયાં ત્યાં ફરી એકવાર શહેરીજનો ચિંતામાં મુકાય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.હવામાના ખાતાની આગાહી પ્રમાણે વડોદરામાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે.આગામી 36 કલાક દરમિયાન વડોદરામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ અંગે વડોદરા કોર્પોરેશનના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં જણાવવામાં આવ્યું છે કે આગામી 36 કલાક ભારે વરસાદના કારણે હાઇ એલર્ટ છે.સૌ લોકો ઘરની અંદર રહે અને સલામત રહે.

વડોદરામાં શુક્રવાર પછી વરસાદે થોડો વિરામ લેતા શહેરીજનોને રાહત થઇ હતી.શનિવારે શહેરમાં સફાઇની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નોર્મલ જીવન થાળે પડવાનું શરૂ થયું છે.વડોદરામાં ભારે વરસાદના કારણે વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તે ઓસરી રહ્યાં છે ત્યારે ફરી એકવાર ભારે વરસાદની આગાહીએ લોકોની ચિંતા જગાવી છે.

હવામાન ખાતાએ 4થી અને 5 ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સ્કાય મીટર જેવી ખાનગી હવામાન એજન્સીઓએ વડોદરામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.