Not Set/ રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો

ગતરોજ ચક્રવાત તાઉતેએ તેની અસર મહારાષ્ટ્રમાં બતાવી, ત્યારબાદ તેણે ગુજરાતમાં પ્રવેશ કર્યો.

Top Stories Rajkot Gujarat
petrol 66 રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો

ગતરોજ ચક્રવાત તાઉતેએ તેની અસર મહારાષ્ટ્રમાં બતાવી, ત્યારબાદ તેણે ગુજરાતમાં પ્રવેશ કર્યો. કોરોના સંકટની વચ્ચે આ વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ હતી, તોફાનને કારણે મોટી તૈયારીઓ કરવી પડી હતી, જેના કારણે નુકસાનને અમુક અંશે નિયંત્રણ કરી શકાય. સામાન્ય ગતિથી વધારે ચાલતા પવનની વચ્ચે ગુજરાતનાં રાજકોટમાં આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે.

વાવાઝોડાનું સંકટ / રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

  • આજી ડેમ-2 માં 764 ક્યુસેક પાણીની આવક
  • આજી ડેમ-2માં 764 ક્યુસેક પાણી જાવક
  • નીચાણવાળા 10 ગામોને કરાયા એલર્ટ
  • આજીડેમ-2 ની સંગ્રહ ક્ષમતા 73.76 મીટર,
  • હાલ ડેમમાં રહેલ પાણી 73.76 મીટર

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં આજી-2 ડેમ ઓવરફ્લો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદનાં કારણે ડેમનો એક દરવાજો-એક ફુટ સુધી ખોલાયો છે. વળી આજી-2 ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે. તાઉતે વાવાઝોડાની અસરને કારણે ડેમ ઓવરફ્લો થયો છે, વળી સમગ્ર રાજકોટ જિલ્લામાં તાઉતેની અસરથી વરસાદ પડી રહ્યો છે. જિલ્લાનાં ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળ, આટકોટ, જસદણ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાનાં કારણે રાજકોટ પંથકનાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે આજી ડેમ-2 માં 764 ક્યુસેક પાણીની આવક થઇ છે. સતત પડી રહેલા વરસાદનાં કારણે નીંચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા છે. જણાવી દઇએ કે, આજી ડેમ-2 ની સંગ્રહ ક્ષમતા 73.76 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં 73.76 મીટર પાણી છે.

વાવાઝોડાનું તાંડવ / તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ 4 થી 6 ઈંચ જેટલો પડ્યો વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે દાયકાનાં સૌથી ભયંકર વાવાઝોડા ચક્રવાત તાઉતે સોમવારે રાત્રે ટકરાયુ હતુ. ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું છે કે વાવાઝોડાએ ગુજરાતનાં દરિયાકાંઠે (ગુજારત કોસ્ટ) અસર કરી છે અને લગભગ 4 કલાક તેની ખરાબ અસર રહેશે. ચક્રવાત તાઉતે ઉત્તર અને વાયવ્ય તરફ આગળ વધી રહ્યું છે અને તે પોરબંદરથી મહુવા (ભાવનગર જિલ્લો) ની વચ્ચે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે. આ સમયગાળા દરમિયાન, 155-165 કિ.મી.થી કલાકનાં અંતરે 185 કિ.મી. સુધીનાં પવનથી પણ જાન-માલનાં નુકસાનનો ભય રહે છે. તાઉતે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં મોટું નુકસાન કરી ચૂક્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 14 રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો