Ambalal Patel Forecast/ મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

ગુજરાતમાં દક્ષિણમાં અટકેલું ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યુ છે અને રાજ્યના બીજા વિસ્તારોને આવરી લઈ રહ્યુ છે. આ ચોમાસુ મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું છે અને તેના લીધે ત્યાં વરસાદ નોંધાયો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 42 1 મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

Gandhinagar News: ગુજરાતમાં દક્ષિણમાં અટકેલું ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યુ છે અને રાજ્યના બીજા વિસ્તારોને આવરી લઈ રહ્યુ છે. આ ચોમાસુ મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું છે અને તેના લીધે ત્યાં વરસાદ નોંધાયો છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ આ અંગે આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે.

હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હવે વરસાદનું જોર વધવાનું છે. તેમા પણ દક્ષિણ ગુજરાત તો વરસાદથી તરબોળ થઈ જશે. સુરત, નવસારી, તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે. ડાંગ, આહવા અને વલસાડમાં સાતથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ પડે તેમ છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટોછવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ આવવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે દેશના પશ્ચિમ કાંઠે અતિથી ભારે વરસાદ રહેશે. 25 જૂનથી ચોમાસુ બરોબર જામી જશે. મહારાષ્ટ્રથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. પહેલા તે દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે. આ ઉપરાંત 28થી 30 જૂન આદ્ર નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિથી ભારે વરસાદ વરસાવશે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં દસેક ઇંચ વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આદ્ર નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ રહેતો હોય છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની  આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાંક ભારે તો અતિ ભારે વરસાદની આગાહી છે.

સાઉથ ગુજરાત અને સાઉથ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ત્રાટકશે. સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના લીધે વરસાદ આવશે. ભરૂચ, સુરત નવસારી, ડાંગ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદ પડશે. 24 જુને દાહોદ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો