પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાની વધી મુશ્કેલી, ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ માટે બનાવી SIT

પોર્નોગ્રાફી કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી રેકેટની તપાસ માટે SIT ટીમ બનાવી છે…

Entertainment
રાજ કુંદ્રાની

પોર્નોગ્રાફી કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી રેકેટની તપાસ માટે SIT ટીમ બનાવી છે. SIT ટીમના વડા એસીપી કક્ષાના અધિકારી હશે. જે આ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમ પોર્નોગ્રાફી કેસમાં અલગથી નોંધાયેલા તમામ કેસની પણ તપાસ કરશે અને પછી ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરશે.

આ પણ વાંચો :અભિષેક બચ્ચનને વેચવો પડ્યો પોતાનો એપાર્ટમેન્ટ, જાણો શુ છે કારણ

રાજ કુંદ્રાને 27 જુલાઈના રોજ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ ન્યાયિક કસ્ટડીને પડકારતા રાજના વકીલે બોમ્બે હાઇકોર્ટ દ્વારા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી હવે 20 ઓગસ્ટના રોજ થવાની છે.

નથી મળી રહ્યા જામીન

રાજ કુંદ્રાએ જામીન માટે દરેક અદાલતનો સંપર્ક કર્યો છે પરંતુ તેને જામીન મળવાના બાકી છે. રાજની ધરપકડ થયાને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે. જેમાં તે થોડો સમય પોલીસ કસ્ટડીમાં હતો. જે બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે,  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એડલ્ટ કન્ટેન્ટ બનાવનાર ડિરેક્ટરની ધરપકડ કરી છે. 41 વર્ષીય અભિજિત બોમ્બલેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા સાથે તેમનો કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. અત્યાર સુધી ટીમને રાજ સાથે અભિજિતનું કોઈ જોડાણ મળ્યું નથી.

રાજ કુંદ્રા

આ પણ વાંચો : ધરપકડનો સિલસિલો યથાવત, ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાની કંપનીના ડિરેક્ટરની ધરપકડ

ક્રાઈમ બ્રાંચના સૂત્રના જણાવ્યા અનુસાર, અભિજિત બોમ્બલે (41) એ મુંબઈમાં કેટલીક ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. પોર્નોગ્રાફી રેકેટ કેસમાં એક મહિલાએ ડિરેક્ટર વિરુદ્ધ માલવાણી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જે બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. બોમ્બલેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે.

જણાવી દઈએ કે એફઆઈઆરમાં ચાર આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ગેહના વશિષ્ઠનું નામ પણ સામે આવ્યું છે. ત્યાં બે નિર્માતાઓ છે જેમણે હોટશોટ એપમાં રાજ કુંદ્રા સાથે ભાગીદારી કરી હતી. ચારેય આરોપીઓની પૂછપરછ હજુ ચાલુ છે.

રાજ કુંદ્રા

આ પણ વાંચો :દેશ આઝાદ થવાની સાંજે જ રિલીઝ થઈ હતી આ ફિલ્મો, મુવીના સુપરહિટ સોન્ગ હજી પણ ગાય છે લોકો

આપને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે અશ્લિલ ફિલ્મ બનાવવા અને તેને વિવિધ મોબાઈલ એપના માધ્યમથી વિતરિત કરવાના મામલામાં અનેક પ્રાથમિકિઓ નોંધા છે. આ મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને તેનો સહયોગી રેયાન થોર્પેની ગયા મહિને ધરપકડ કરી હતી, જે અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટે હાલમાં અન્ય એક આરોપી મોડલ શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : નાના દીકરાના નામ પર વિવાદ વધતા કરીના કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનના આ ફિલ્મની નવી રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો કઈ છે