રાજસ્થાન વિધાનસભા ચૂંટણી/ કોંગ્રેસે 56 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી; નવા ચહેરાઓને આપી તક

બીજેપી અત્યાર સુધી પોતાના 124 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

India
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ

રાજસ્થાન ચૂંટણી: આજે દિવસભરની ચાલેલી મેરેથોન બેઠકો પછી આખરે કોંગ્રેસે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 56 નામ સામેલ છે. આજે આખો દિવસ રાજસ્થાન સહિત દેશભરના લોકો ચોથી યાદીની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ પોતાની 3 યાદીમાં 95 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર રહેલી છે. તેવામાં કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારોન લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, બીજેપી અત્યાર સુધી પોતાના 124 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. રાજસ્થાનની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. કોંગ્રેસ પોતાની સત્તા બચાવવા માટે પોતાની બધી જ શક્તિ લગાવી રહી છે. કોંગ્રેસે પોતાની ચોથી યાદીમાં નવા ચહેરાઓને તક આપી છે. નવા ચહેરાઓ ઉપર દાવ લગાવીને કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણીની હાર-જીતની પરંપરાને તોડવાનું પ્લાન બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 23 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી. હવે તેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી છે. જોકે, મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બરે આવશે.

યાદી 1 કોંગ્રેસે 56 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી; નવા ચહેરાઓને આપી તક

ભારતના ચૂંટણી પંચે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં એક તબક્કામાં મતદાનની તારીખ 23 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, તારીખની જાહેરાત થયા પછી વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખ અંગે ભારતના ચૂંટણી પંચ સમક્ષ તેમના મંતવ્યો રજૂ કર્યા.

એવું કહેવામાં આવ્યું હતું કે દેવોત્થાન એકાદશી 23 નવેમ્બરે છે. જેના કારણે મોટી સંખ્યામાં લગ્ન સમારંભો અને શુભ અને ધાર્મિક તહેવારો થાય છે. આવી સ્થિતિમાં લોકોને અસુવિધાનો સામનો કરવો પડશે. વાહનોની અછત રહેશે અને મતદાનને પણ અસર થઈ શકે છે.

યાદી 2 કોંગ્રેસે 56 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી; નવા ચહેરાઓને આપી તક

આ કારણોસર રાજ્યના ઘણા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંગઠનોએ તેમની રજૂઆત દ્વારા આ તારીખે મતદાન મોકૂફ રાખવા માટે પંચને વિનંતી કરી હતી. પંચે તેના પર વિચાર કર્યો અને મતદાનની તારીખ બદલીને 23 નવેમ્બરને બદલે 25 નવેમ્બર (શનિવાર) કરી છે.

આ પણ વાંચો-“એપ્પલની એડવાઈજરી 150 દેશોમાં જારી કરાઈ”: વિપક્ષના “હેકિંગ” આરોપો પર કેન્દ્રના જવાબો

આ પણ વાંચો- શું છે આખો મામલો, શું કહ્યું એપલે, શા માટે માત્ર વિપક્ષી નેતાઓને જ મળ્યું આ એલર્ટ?