Not Set/ #Rajkot/ લોકડાઉનનાં ચોથા દિવસે શાકભાજી લેવા ઉમટ્યા લોકો, જાહેરનામાનો ભંગ ન થાય તેની રાખી રહ્યા છે કાળજી

કોરોનાનાં કહેર વચ્ચે લોકડાઉન 3 નું એલાન કરવામાં આવ્યુ હતુ, જેનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યમાં રાજકોટની વાત કરીએ તો અહી આજે સવારથી જ લોકો શાકભાજીની લારીઓ તરફ વળ્યા હતા. લોકો શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા છે અને સાથે ખાસ કરીને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરતા પણ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અહી […]

Gujarat Rajkot
2e1a890b2dfc3f85fbb96f5e00d363a8 #Rajkot/ લોકડાઉનનાં ચોથા દિવસે શાકભાજી લેવા ઉમટ્યા લોકો, જાહેરનામાનો ભંગ ન થાય તેની રાખી રહ્યા છે કાળજી

કોરોનાનાં કહેર વચ્ચે લોકડાઉન 3 નું એલાન કરવામાં આવ્યુ હતુ, જેનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યમાં રાજકોટની વાત કરીએ તો અહી આજે સવારથી જ લોકો શાકભાજીની લારીઓ તરફ વળ્યા હતા. લોકો શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા છે અને સાથે ખાસ કરીને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરતા પણ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અહી સાંજનાં 7 થી સવારનાં 7 વાગ્યા સુધી કરિયાણાની દુકાનો બંધ રાખવામાં આવે તેવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં ફેરિયાઓ સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરતા વેપાર કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કારણે દેશમાં લોકોડાઉન ચાલી રહ્યુ છે. જેના કારણે શાકભાજીનાં વેપારીઓ ઘણા હેરાન થઇ ગયા છે. જો કે કહેવાય છે કે પેટનો ખાડો પુરવા માટે કઇક તો કરવુ જ પડશે, તે વિચાર સાથે અને આ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા અહી એવા લોકો પણ છે કે જેઓ હજુ પણ ચહેરા પર માસ્ક રાખી રહ્યા નથી, જેમને વેપારીઓ માસ્ક પહેરવાનું કહેતા પણ જોવા મળ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.