Not Set/ રાજકોટમાં PUBG ગેમ રમતા પોલીસે 19 શખ્સોની કરી ધરપકડ

રાજકોટ, રાજકોટ સહિત રાજ્યભરમા પબજી ગેમને લઈ પ્રતિબંધ જાહેર કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પબજી ગેમને લઈ કાર્યવાહી કરવામા આવી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. પબજી ગેમથી બાળકો અને યુવાનો પર પડતી અસરને જોતાં રાજકોટ શહેર પોલીસ કમિશન દ્વારા તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા […]

Top Stories Rajkot Gujarat
mantavya 155 રાજકોટમાં PUBG ગેમ રમતા પોલીસે 19 શખ્સોની કરી ધરપકડ

રાજકોટ,

રાજકોટ સહિત રાજ્યભરમા પબજી ગેમને લઈ પ્રતિબંધ જાહેર કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પબજી ગેમને લઈ કાર્યવાહી કરવામા આવી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. પબજી ગેમથી બાળકો અને યુવાનો પર પડતી અસરને જોતાં રાજકોટ શહેર પોલીસ કમિશન દ્વારા તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમા 19 શખ્સોની ધરપકડ કરવામા આવી છે. તો સાથે જ તમામ શખ્સો પાસે રહેલ મોબાઈલ કબ્જે કરવામા આવ્યા છે.

ત્યારે આ મુદ્દે શહેર પોલીસ કમિશ્નરે લોકોને પબજી ગેમથી દુર રહેવા અપિલ કરી છે. તો સાથેજ ગુગલને પત્ર લખી ગુજરાતના આઈપી એડ્રેસ પરથી ગુગલ પ્લે સ્ટોરમા વડે પબજી ગેમ ડાઉનલોડ ન થાય તેવુ જણાવ્યુ છે.

મહત્વનું છે કે, બજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે.

આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થયું છે.