Not Set/ રાજકોટ: આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કલર કંપનીમાં ભીષણ આગ, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

રાજકોટનાં આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયીની કલર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક ધોરણે પ્રાપ્ત વિગતો અનુસાર કલર બનાવતી કેમિક્લ કંપનીમાં કલર પ્રોસેસીંગમાં ઉપયોગમાં લેવામાં આવતું અતી જ્વલંતશીલ પેટ્રો કેમિક્લ નેપ્થા નાં અનલોડીંગ કરતા સમયે આકસ્મીક રીતે આગ લાગતા, અને બે ટેન્કર અને સ્ટોરેજ ટેન્ક મળીને નેપ્થાનો વિપુલ જથ્થો હોવાથી આગે સેકન્ડોમાં વિકરાળ સ્વરૂપ […]

Top Stories
rkt.PNG4 રાજકોટ: આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કલર કંપનીમાં ભીષણ આગ, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

રાજકોટનાં આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયીની કલર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક ધોરણે પ્રાપ્ત વિગતો અનુસાર કલર બનાવતી કેમિક્લ કંપનીમાં કલર પ્રોસેસીંગમાં ઉપયોગમાં લેવામાં આવતું અતી જ્વલંતશીલ પેટ્રો કેમિક્લ નેપ્થા નાં અનલોડીંગ કરતા સમયે આકસ્મીક રીતે આગ લાગતા, અને બે ટેન્કર અને સ્ટોરેજ ટેન્ક મળીને નેપ્થાનો વિપુલ જથ્થો હોવાથી આગે સેકન્ડોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

rkt.PNG2 રાજકોટ: આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કલર કંપનીમાં ભીષણ આગ, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

કલર કેમિકલ ફેક્ટરીમાં અન્ય કેમિક્લસ અને કલર પણ જ્વલંતશીલ હોવાનાં કારણે આગે જોત જોતામાં ભયંકર સ્વરૂપ ઘારણ કરી લીધું હતું. આગનાં સમાચાર પ્રાપ્ત થતા રાજકોટની ફાયર ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવાની સાથે સાથે આગની વિકરાળતા જોતા ફેક્ટરીની આજુુબાજુની આજી વસાહતને યુદ્ધનાં ઘોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા આજી વસાહતનો પાવર સપ્લાય પણ થોડો સમય આગમ ચેતીનાં ભાગ રૂપે સ્થગીત કરી દેવામાં આવ્યો હતો.

rkt.PNG1 રાજકોટ: આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કલર કંપનીમાં ભીષણ આગ, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

ફાયર ટીમની સુજબુજ અને સમય સૂચકતાને કારણે આ વિકરાળ આગની દુર્ધટના જાનહાની ટીળી છે. પરંતુ આગને કાબુમાં લેવાની કોશિશમાં ફાચર ફાઇટીંગ ટીમનાં અધિકારી સહિતના પાંચ જવાનો પણ ગુગંળાઇ જતા શ્વાસ રુંધાયા હતા. આગની વિકરાળતા જોતા યુદ્ધ ઘોરણે જામનગર અને જૂનાગઢ મહાનગરોની ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી.

rkt રાજકોટ: આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કલર કંપનીમાં ભીષણ આગ, આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવાયો

આગ કાબુમાં લેવા માટે લગભગ 50થી વઘુ ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા અને 25 ટેન્કર પાણી અને 50 બેરલ આગ એલવવા વાપરવામાં આવતા ફોમનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.