રાજકોટમાં વાવાઝોડાની અસરને કારણે સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટ્યા છે અને એસટી બસપોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે.ભારે પવન અને ભારે વરસાદની આગાહીને કારણે રાજકોટ એરપોર્ટ આજે 4 વાગ્યાથી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે, એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધની જાહેરાત કરવામાં આવી છે.
![]()
રાજકોટમાં ગત સાંજે 08:07 કલાકે ધૂળની ડમરીઓ ઊડી હતી અને એકદમથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો જે થોડીવારમાં શાંત થઈ ગયા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું.અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું તૌકતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના છે, આથી આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 80 કિ.મી. પ્રતિ કલાકની હતી અને પાંચ મિનિટ પૂરતો ફૂંકાયો હતો, પણ માત્ર 5 મિનિટના પવનને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જે જગ્યાએ ભોજન પીરસવાનું હોય છે. એ મંડપ તૂટીને ધરાશાયી થયા છે. વાવાઝોડાની અસરને પગલે શહેરની એસટી બસ પોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે.

