Not Set/ રાજકોટ બન્યુ કોરોનાનું હોટ સ્પોટ 24 કલાકમાં નોંધાયા આટલા કેસ અને 12 દિવસમાં 100થી વધુ મોત,આ કચેરીઓએ લીધા પગલા

રાજકોટવાસીઓને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.રાજકોટમાં પહેલા તો ચૂંટણી અને ત્યારબાદ હોળી ધૂળેટીના તહેવાર આવ્યા પછી કોરોનાના કેસોનો એકાએક રાફડો ફાટ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે.રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો

Gujarat Rajkot
hotspot રાજકોટ બન્યુ કોરોનાનું હોટ સ્પોટ 24 કલાકમાં નોંધાયા આટલા કેસ અને 12 દિવસમાં 100થી વધુ મોત,આ કચેરીઓએ લીધા પગલા

રાજકોટવાસીઓને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.રાજકોટમાં પહેલા તો ચૂંટણી અને ત્યારબાદ હોળી ધૂળેટીના તહેવાર આવ્યા પછી કોરોનાના કેસોનો એકાએક રાફડો ફાટ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે.રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો બતાવ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની રહી છે. કોરોનાના પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંકમાં દિન-પ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે.રાજકોટ શહેરમાં સોમવારે નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતાંં કુલ 311 કેસ નોંધાયા હતા. રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28,083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસે કોરોનામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્યાર બાદથી આ સતત ત્રીજી વખત કોરોનાએ નવી ટોચ બનાવી છે,તેની સાથે સાથે કેટલીક સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં પણ કોરોનાનો પગ પેસારો થતા નવા કેસો નોંધાતા કચેરીઓ દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.એટલું જ નહીં છેલ્લા 24 કલાકની અંદર19 કેસ મળી આવતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે.

Gujarat, Morbi, Corona Positive Case, Home Quarntine - Gujarat: मोरबी में पहला कोरोना पॉजिटिव मामला आने पर 117 लोग होम क्वारन्टाइन | Patrika News

કોરોનાનો ક્રૂર પંજો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં 100થી વધુ લોકોનો ભોગ લીધો છે. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાથી 121 લોકોનાં મોત નીપજ્યાં છે, આથી રાજકોટ ફરી હોટસ્પોટસ્પોટ તરફ આગળ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનાં ટપોટપ મોતથી શહેરમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીનાં મૃત્યુ થયાં છે, જે મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

Gujarat coronavirus cases near 500-mark at 493; check district-wise list | India News – India TV

રાજકોટની IOB બેંકની ભક્તિનગર બ્રાન્ચમાં પાંચ કર્મચારીઓ અને ત્રણ ક્લાર્ક કોરોના સંક્રમિત

બેંકના 8 કર્મચારીઓને એક સાથે કોરોના સંક્રમણ લાગુ પડતા આજે બ્રાન્ચ બંધ રાખવામાં આવી હતી તેમજ બ્રાન્ચને આજે સેનિટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં આજે વધારે 11 શિક્ષકો કોરોના સંક્રમિત, શિક્ષણ જગતમાં ભયનો માહોલ

શહેરની સરસ્વતી સ્કૂલ થોરાળા, માસૂમ સ્કૂલ અને સૈનિક સ્કૂલના એક – એક શિક્ષક ઉપરાંત ગ્રામ્ય ગોંડલ પડધરી અને ધોરાજીમાં શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.એટલું જ નહીં માત્ર એક અઠવાડિયાની અંદર 70 શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ ક્ષેત્રમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ

શહેરમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તે જોતા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તકેદારી સ્વરૂપે 15 એપ્રિલ સુધી કામગીરી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.તેમજ કોઈને અત્યંત આવશ્યક કામ હોય તો સોમવારથી ગુરુવાર માં ફોન કરી અપોઈન્ટમેન્ટ કરી અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ મુલાકાત કરવાની રહેશે. એવું જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર અને વિડિયો અનિલ રાણાવસિયા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

Coronavirus, Morbi District, Gujarat, - Coronavirus: एक महीने से ज्यादा समय के बाद मोरबी में फिर कोरोना का मामला | Patrika News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…